- બનાસકાંઠામાં સ્ટેટ બેન્કમાં ચોરી, થરાદના દુધવા ગામની ઘટના, સ્ટેટ બેન્કની પાછળની બારીઓ તોડી તસ્કરો પ્રવેશ્યા, ગેસ કટરથી લોકર અને તિજોરી કાપવાનો પ્રયાસ, કોમ્પ્યુટર સહિત અન્ય સામાનની ચોરી, કેમેરા પર સ્પ્રે લગાવી કેબલ કાપી નાખ્યા, Cctvના ડીવીઆરની ચોરી કરી ગયા, થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
- અમદાવાદ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા બેદરકારી, ટેક્સ ભરપાઈ થયેલી દુકાનને કરી સીલ, દુકાનદાર AMC ઓફિસર સામે કરશે કાયદાકીય કાર્યવાહી
- મહેસાણા વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલો, હાર્દિક પટેલ સામાજિક કારણોસર આજે કોર્ટમાં ગેરહાજર, લાલજી પટેલ સહિત 16 આરોપીઓ રહ્યા હાજર, આગામી 18 એપ્રિલની મુદ્દત આપતી વિસનગર કોર્ટ, સાક્ષી તરીકે લેવાયેલ વિસનગર ધારાસભ્યને સમન્સ માટે કાર્યવાહી કરાઈ
- ૧૭ જેટલા દલિત સાંસદોએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, સંસદ ભવનની અંદર સાંસદોએ પીએમ મોદી સાથે કરી મુલાકાત,
SC/ST એક્ટ પર SCના નિર્ણય પર પુન:વિચાર કરવા હેતુ કરી મુલાકાત, સરકાર તરફથી પુન:વિચાર યાચીકા દાખલ કરવાની કરી માગ, NDAના ૧૭ દલિત સાંસદોએ PMને કરી અપીલ - અમદાવાદ AMCના સેન્ટ્રલ સ્ટોરમાંથી રૂ.1.85 કરોડના વોટર મીટર ચોરી થવાનો મામલો, સેન્ટ્રલ સ્ટોરના સુપરવાઇઝરને હજી સુધી પોલીસ ફરિયાદ કરવાના આદેશ નથી મળ્યા, ગઈકાલે સામાન્ય સભામાં પોલીસ ફરિયાદ કરવા મેયરે જાહેરાત કરી હોવા છતાં કોઈ પરિણામ નહિ
- ગાંધીનગર ગૃહમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, 14થી 18 વર્ષની કિશોરીઓ પ્રેમ પ્રકરણના કારણે ઘરે થી જતી રહે છે.જેના કારણે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવાય છે. વધુ કિસ્સા આવ્યા સામે
- પોરબંદર અરબી સમુદ્રમાં પાક મરીન સિકયુરિટીનો આતંક, કચ્છનાં જખૌ નજીકથી સૌરાષ્ટ્રની 10થી વધુ ફિશીંગ બોટ અને 60 જેટલા માછીમારોને બંધક બનાવ્યાં, આજે સવારથી વધુ કેટલીક બોટ અને માછીમારોને બંધક બનાવ્યા હોવાનાં સમાચાર
- પોરબંદર સમુદ્રમા 108 ઈમરજન્સી સેવા થશે શરૂ, 8 દિવસમા 108 સેવાનો થશે પ્રારંભ, સમુદ્રમા માછીમારો કે અન્ય વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તેથી શરૂ કરવામા આવશે
- અમરેલી રાજુલાનાં હિંડોરાણા રોડ પર ધાર્મિક પ્રસંગમા થયું ફુડ પોઇઝનીંગ, પરિવાર સહીત 30થી વધુ લોકોએ ભોજન લીધા બાદ થયુ ફુડ પોઈઝનીંગ, તમામ લોકોને રાજુલા શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા
- ભરૂચ ગોલ્ડનબ્રીજ પર આવતીકાલથી કાર ચાલકો માટે એક મહિના સુધી પ્રતિબંધ, કાર ચાલકોએ નેશનલ હાઇવે નંબર-8નો ઉપયોગ કરવાનો રહેશે, ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બની રહેલ બ્રિજની કામગીરીના કારણે તંત્રનો નિર્ણય


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.