- અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાંથી વીજચોરી ઝડપાઇ, બે વ્યક્તિઓ કરી રહ્યા હતા બંદબારણે વીજ ચોરી, ટોરેન્ટ પવારના કર્મચારીની તપાસ માં વીજચોરી પકડાઈ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન માં દાખલ થઈ ફરિયાદ
- રામલીલા મેદાનમાં અન્નાહજારેના આંદોલનનો આજે સાતમો દિવસ, સાત દિવસમાં અન્નાનું 5.5 કિલો વજન ઘટ્યું, બ્લડ પ્રેશર 186/100 અને શુગરમાં ઘટાડો, 6 દિવસમાં કોઇ મંત્રીએ ન કરી મુલાકાત
- રાજકોટમાં મહાવીર જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી, CM વિજય રૂપાણીએ શોભાયાત્રાનો કરાવ્યો પ્રારંભ
મોટી સંખ્યામાં જૈનો શોભાયાત્રામાં જોડાયા - વડોદરા નજીક કોયલી ગામમાં આવેલ બેન્ક ઓફ બરોડા સહિત ચાર દુકાનોમાં ચોરીનો નિષ્ફળ, બેક લોકર ન ખુલતા તસ્કરોએ ચોરી કરવાનું ટાળ્યું, જવાહરનગર પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી. બેન્ક કર્મચારીઓ,બેન્ક મેનેજરની પુછપરછ કરી વધું તપાસ હાથ ધરાઈ
- પાટણ વારાહી નજીક 72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કચ્છ ભુજ R.R. સેલની ટીમે વિદેશી દારૂ ભરેલા 2 કન્ટેનર પકડી 1 ઈસમની ધરપકડ કરી, ઝડપાયેલ વિદેશી દારૂ રાજસ્થાનથી કચ્છ તરફ મોકલવામાં આવી રહ્યો હતો.
- ગીર સોમનાથ ઉકડીયા ગામે ખુલ્લા કુવામાં દીપડો ખાબકતા મોતને ભેટ્યો, વન વિભાગની રેસ્કયુ ટીમે કુવામાંથી દીપડાના મૃતદેહને બહાર કાઢી પી.એમ માટે ખસેડાયો
- સુરત અશ્લિલ કામલીલાનો વીડિયો વાયરલનો મામલો, શહેર પોલીસ મીડિયાના અહેવાલ બાદ દોડતી થઈ, મજૂરગેટ સર્કલ પાસે પોલીસે રૂપલલનાઓને ભગાડી, ત્રણ જેટલી રૂપલલનાઓની અટકાયત કરી
લલનાઓ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ઉભી હોય છે, વીડિયો વાયરલ થતાં પોલીસ પર ઉઠ્યા સવાલ - અમદાવાદ મેડિકલ ફી રેગ્યુલેટરી કમિટીએ PG મેડિકલ કોલેજની ફી કરી જાહેર, રૂપિયા 1 લાખથી 60 લાખ સુધીની ફી જાહેર, ગવર્મેન્ટ ક્વોટા,મેનેજમેન્ટ ક્વોટા અને NRI કવોટની અલગ અલગ ફી જાહેર, સૌથી વધુ NRI ક્વોટા કરમસદ મેડિકલ કોલેજની 60 લાખ ફી
- અમદાવાદ CA તહેમુલ શેઠનાની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડનો મામલો.નવરંગપુરાના ઉચાપતના કેસમાંથી જામીન મળ્યા બાદ અન્ય કેસમાં ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ.તહેમુલ શેઠનાએ 1.33 કરોડની ઉચાપત કરી હોવાની તેમની પત્નિએ નોંધાવી હતી ફરીયાદ
- ભરૂચ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ મીનેષ ઝઘડીયાવાલાનું હોદ્દા પરથી રાજીનામું, નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ રજૂ કર્યું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.