- રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયા આજે લેશે શપથ, રૂપાલા, અમીબહેન યાજ્ઞિક, નારણ રાઠવા શપથ લેશે, રાજ્યસભાના સાંસદ પદ માટે દિગ્ગજો શપથ ગ્રહણ કરશે, રાજ્યસભામાં 11 વાગ્યે વેંકૈયા નાયડુ શપથ અપાવશે
- અરવલ્લી શામળાજીથી રૂ.46.58 લાખનો દારૂ જપ્ત, સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાંથી જપ્ત કર્યો દારૂનો જથ્થો
વિજિલન્સ ટીમે રૂ.66 લાખના મુદ્દામાલને કર્યો જપ્ત, ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપવા કાર્યવાહી હાથ ધરાઈ - રાજકોટ આકાશવાણી ચોક પાસે યુવક પર ફાયરિંગ, હાર્દિક રાજપૂત નામના યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ
આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા, તપાસમાં 3 આરોપીઓના નામ આવ્યા સામે, રણજિત, મંથન, કમલેશ દ્વારા કરાયું હતું ફાયરિંગ - સુરત પાલિકા ડે. હેલ્થ ઓફિસરની ધરપકડ, વરાછામાં ભોજનાલયને સીલ કરાયું હતું, ભાડાની રકમ નહિ ચૂકવતા ડો.અજિત ભટ્ટે સત્તાનો દુરુપયોગ કર્યો હતો, ભોજનાલયને સીલ મારી બારોબાર લાખો રૂપિયાનો માલ વગે કરી દીધો હતો, વરાછા પોલીસે ડો.અજિતની કરી ધરપકડ
- દાહોદ આજે APMCની ચૂંટણી, 12 ડિરેક્ટર્સ પદ માટે આજે ચૂંટણી, વેપારી વિભાગના 657 તથા ખેડૂત વિભાગના 389 મળી કુલ 1,046 મતદારો આપશે મત
- અમદાવાદ વડસર એરફોર્સ પાસે આગ, પેપરની ફેકટરીમાં લાગી આગ, મોનિકા ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ
ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે, ફાયર બ્રિગેડે મહદંશે આગ પર કાબુ મેળવ્યો, આગમાં કોઈ જાનહાની નહિ - SC/ST એક્ટને લઈને કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર થઈ શકે છે આજે સુનાવણી
કેન્દ્ર સરકાર જલદી સુનાવણી કરવા કરી શકે છે માગ - અમદાવાદ ગ્રામ્ય ના કોઠ પોલીસની હદના અરણેજ ગામેથી 26080ની રોકડ સાથે છ શકુની ઝડપાયા
- અમદાવાદ રાજ્યના વાતાવરણમાં પલટો, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાક સુધી જોવા મળશે વાદળછાયું વાતાવરણ, વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં જોવા મળશે ઘટાડો, લોકોને મળશે ગરમીથી રાહત
- રાજકોટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, મિનરલ વોટરના 2 યુનિટ પર હાથ ધરાયું ચેકિંગ, અમર અને પટેલ મિનરલ વોટર સેલ્સને મરાયું સીલ, બંને યુનિટમાં પાણી પીવા લાયક ના હોવાથી યુનિટ કરાયા સીલ
- જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાને કર્યુ ફાયરિંગ, પુંછ સેક્ટરમાં પાકિસ્તાને કર્યુ ફાયરિંગ, જવાનોએ ફાયરિંગ કરીને આપ્યો જવાબ
- કેદારનાથમાં વાયુ સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત, વાયુસેનાનું હેલિકોપ્ટર MI-17 દુર્ઘટનાગ્રસ્ત, દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત, 2 લોકો ઘાયલ
- કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો, આજે અમિત શાહ અને રાહુલ ગાંધી hortકર્ણાટકમાં આમને-સામને, અમિત શાહ કાગીનેલી વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે, રાહુલ ગાંધી આજે શિવમોગામાં લોકો સાથે કરશે મુલાકાત


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.