- વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ મોટી ઢોલ ડુંગરી ગામે ઇવીએમ મશીન ખોટકાયું, 51 મત નાખ્યા બાદ ખોટકાયું ઇવીએમ મશીન, નવું મશીન બદલવાની જોગવાઈ હાથ ધરાઈ, તાલુકા ચૂંટણી અધિકારી ઘટના સ્થળે
- વલસાડ જિલ્લાના કપરાડાના નાનાપોન્ધા ગામે મુખ્ય શાળામાં ખોટકાયું ઇવીએમ મશીન ચૂંટણી અધિકરી દોડતા થયા, ચાલુ મતદાને ખોટકાયું ઇવીએમ મશીન મતદાન અટક્યું
- પાલનપુરના મલાણા ગામમાં કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ, પાલનપુરના કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ. તાલુકામાં સિંચાઇ માટે છેલ્લા પાંચ વર્ષમાં શુ કર્યુંના ગ્રામજનોએ કર્યા સવાલ, મહેશભાઈ પટેલ ગ્રામજનોના સવાલના જવાબ આપતા અટવાયા
- વડાપ્રધાન મોદીએ કર્યુ ટ્વિટ, મતદારોને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા કરી અપીલ
- ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ CM વિજય રૂપાણીએ મતદારોને ટ્વિટ કરીને અપીલ કરી, મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ
“તમારો મત નિર્ણાયક છે: CM, હું લોકોને અપીલ કરૂ છું કે, વધુમાં વધુ મતદાન કરે, અમને વિશ્વાસ છે કે અમારી આગળ કોઈ પડકાર નથીઃ CM વિજય રૂપાણી - રાજકોટમાં નરેશ પટેલનું નિવેદન, ખોડલધામ બિન રાજકીય સંસ્થા છે, ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા હોઈ તેથી તેમને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો હોય, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કોઇ પણ રાજકીય પક્ષ ને સમર્થન આપવામાં આવ્યું નથી, ગઇકાલે ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વિજય રૂપાણીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો
- ધૂમ્મસને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાને અસર. ઘણો સમય સુધી ટ્રેન ન આવતાં મધ્ય રેલવેના વાશિંદ સ્ટેશન ખાતે પ્રવાસીઓની જંગી ભીડ એકત્ર થઈ, ગુસ્સે ભરાયેલા લોકોએ રેલ રોકો આંદોલન કર્યું
- રાજકોટમાં વિધાનસભા ક્ષેત્ર ૭૦ના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન, ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું મતદાન, ટાગોર વિદ્યાલય ખાતે આવેલ મતદાન મથક પર કર્યું મતદાન
- સુરતમાં મતદાન મથક પર મહિલાઓની લાંબી લાઈનો, મતદાનમાં જોવાયો ભારે ઉત્સાહ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.