- વડોદરામાં હાર્દિક પટેલની સભામાં હંગામો, હાર્દિકના સ્ટેજ પર એક યુવાન ચડી જતા હંગામો, પાટીદારોએ યુવાનને સ્ટેજ પરથી નીચે ફેંકયો અને માર્યો ઢોર માર, પોલીસની હાજરીમાં થઈ મારા મારી, હાર્દિકના વિશે સ્ટેજ પર ચડી અભદ્ર ભાષાનો કર્યો પ્રયોગ, પોલીસે યુવાનની કરી અટકાયત
- વડોદરામા હાર્દિક પટેલ છાણી ગામખાતે પહોંચ્યો, સરદારની પ્રતિમા ને ફૂલ હાર કરશે, ટુક સમયમાં શરૂ થશે રોડ શો
- દિલ્હી:કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે છ રાજ્યો (આસામ,હિમાચલ,મણીપુર, ઉતરપ્રદેશ.પશ્ચિમ બંગાળ,ગુજરાત)ને સરહદ સુરક્ષા માટે 174 કરોડ રૂપિયા ફાળવ્યા
- દક્ષિણ-પૂર્વ ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.2 નોંધાઈ
- નિર્ભયા કેસ : આરોપી મુકેશની પુનઃવિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ
- આજે રોજ કોર્ટમાં ફિક્સપે કેસની સુનવણી હતી. વિદ્વાન વકીલશ્રી તરફથી ફિક્સપે કેસ બાબતની દલીલો શરૂ કરાઇ પંદર મિનિટ સુનાવણી થઈ, ત્યાર બાદ નામદાર જજ સાહેબે સુનવણી રોકી 14 તારીખે વધુ સુનવણી માટેનો આદેશ આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુર્પીમ કોર્ટમાં તા.૧૫થી વેકેશન શરૂ થાય છે.. તેમ છતાં જજ સાહેબ દ્વારા લાંબી મુદતના આપતા પરમ દિવસની મુદત આપવામાં આવી છે. જેથી કેસ પૂરો થવાની પુરી શકયતા વધી ગઈ,
આશા રાખીએ કે 14 તારીખે ગુજરાતના ફેસલાની સાથે સાથે ફિક્સપગારના કેસનો પણ ફેંસલો થઈ જાય - અમદાવાદ : શહીદ અશોક તડવીની પુત્રી મળશે રાહુલ ગાંધી, નર્મદાની BJPની સભામાં CMને મળવા પહોંચી હતી યુવતી, અમદાવાદ એરપોર્ટ પર અશોક તડવીની પુત્રી મળશે રાહુલને, રાહુલના દિલ્હી જતા પહેલાં મુલાકાત કરશે યુવતી
- હાર્દિક પટેલ ટૂંક સમયમાં વડોદરાના છાણી ગામ પહોચશે, છાણી ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદ: DRIએ મુંબઇ સી પોર્ટ પરથી ગેરકાયદે ચાઈનાથી ઈમ્પોર્ટ કરાતો 5 કરોડનો ઇલેકટ્રીક સામાનનો જથ્થો ઝડપી પાડ્યો
- અમદાવાદ:પૂર્વ RTO કચેરીમાં સારથી-4 સોફ્ટવેરની અપડેશનની કામગીરી ચાલુ હોવાને કારણે 13 થી 17 ડિસેમ્બર સુધી લાઇસન્સને લગતી કામગીરી બંધ રહેશ
- વડોદરામાં કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સ, કરણી સેનાના મહિપાલસિંહ મકરાણાનું નિવેદન, દેશમાં પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા 24 કલાકનો આપ્યો અલ્ટિમેટમ, ભાજપ સરકારને આપ્યો અલ્ટિમેટમ, ફિલ્મ પર પ્રતિબંધ નહી લાગે તો વોટથી કરીશું વિરોધ, સરકારના વિરોધમાં મત આપશે રાજપૂત સમાજ
- અમદાવાદ :અહેમદ પટેલ જલ્દી બનશે નવા મુખ્ય મંત્રીના સૂત્ર સાથેનું પોસ્ટર લાગ્યું, પોસ્ટરમાં BJPમાંથી PM મોદી અને પાકિસ્તાનમાંથી અરશદ રફીકને બતાવાયા, નિવેદકમાં સરદાર પટેલ એકતા મંચનું નામ
- રાજકોટના યાજ્ઞિક રોડની કરૂર વૈશ્ય બેંક સાથે ૧૩.૬ કરોડની ઠગાઇનો મામલો સામે આવ્યો, સીસી લોન મેળવી નિયમ મુજબ ઇમ્પોર્ટ બીલનું પેમેન્ટ કર્યા વગર મુંબઇના ગોડાઉનમાંથી માલ બારોબાર છોડાવી લેવાયો, એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.