- અમદાવાદમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાની ધંધુકા સ્થિત તક્ષશીલા સ્કુલમાં ચોરી, અજાણ્યા શખ્સો તિજોરીમાં રહેલી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર
- સુરેન્દ્રનગર: દશાડા પોલીસ સ્ટેશનના અહેમદગઢ ગામની સીમ વિસ્તારમાં થયેલ મર્ડરનો આરોપી ઝડપાયો, સુરેન્દ્રનગર LCB ટીમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
- અમદાવાદમાં પ્રદેશ કોંગ્રસપ્રમુખ ભરત સોલંકીનું નિવેદન, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 120 બેઠક મળશે, એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે,બિહાર-દિલ્હીમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા,કોંગ્રેસના ઉમેદવાર-હોદ્દેદારોની બોલાવી બેઠક
- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આજે એક મોટો નિર્ણય કર્યો છે, ગંગા કિનારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં અાવ્યો છે. NGT દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે, ઉત્તરકાશીમાં ઉચ્ચક્ષેત્ર અને હરીદ્વારની હરી કી પૌડી, ઋષિકેશમાં ગંગા નદીના કિનારે પ્લાસ્ટિકની કોથળીઓ અને વસ્તુઓનો ઉપયોગ, વેચાણ, ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. સૂચનાઓ મુજબ જો કોઈએ તેનો ઉલ્લંઘન કરે છે તો તેને 5000 રૂપિયાનો દંડ થશે.
NGTઅે ગંગાની નિર્મળતાને જાળવી રાખવા માટે કડક સૂચનાઓ આપી હતી જે હેઠળ હરિદ્વાર અને ઉન્નાવ વચ્ચેના ગંગા નદીના કિનારાથી 100 મીટર જેટલા વિસ્તારમાં કોઈ વિકાસક્ષેત્ર (બિન-નિર્માણ ક્ષેત્ર) ઘોષિત કરવામાં અાવ્યું છે અને નદીના કિનારે 500 મીટરની લંબાઇમાં કચરો ફેંકવા પર દંડ ફટકારવામાં અાવશે - રાજકોટમા મનપાના આરોગ્ય વિભાગની કામગીરી, લાઇસન્સ વગર ધમધમતા ફૂડ ઝોન પર હાથ ધરાયું ચેકીંગ, નામી અનામી ૩૪ જેટલા વેપારીઓને અપાઈ નોટિસ, ફૂડ લાઇસન્સ વગર વેપાર કરવા બદલ ૬ માસની સજા તેમજ ૫ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે
- રાજકોટમા ક્રાઇમબ્રાન્ચે લગ્નપ્રસંગે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી, ૧૦.૪૭લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો, સગીર સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ, આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી
- સોનિયા ગાંધીની નિવૃતિને લઈ કોંગ્રેસની સ્પષ્ટતા, સોનિયા ગાંધી અધ્યક્ષ પદેથી થઈ રહ્યા છે નિવૃત્ત, હાલ સોનિયા રાજકારણથી નથી લઈ રહ્યા નિવૃત્તિ: કોંગ્રેસ
- બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી મામલે 15 સામે ફરિયાદ, ડીસાના ઝાવલ ગામે સામ સામે 15 સામે ફરિયાદ, મતદાન એજન્ટને માર મારતા થઈ હતી બબાલ, અપક્ષ અને ભાજપના ટેકેદારો વચ્ચે મારામારી થતા ફરિયાદ, ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
- પંચમહાલ: જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના કુલ 55 ગુલ્લેબાજ કર્મચારીઓને ચૂંટણી તાલીમ દરમિયાન ગેરહાજર રહેતાં નોટિસ ફટકારી
આ કર્મચારીઓને લેખિતમાં ખુલાસા આપવાની નોટિસ મળતા કર્મચારી બેડામાં ફફડાટ - ત્રણ તલાકને ગેરકાયદે બનાવવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને 8 રાજ્યોનું સમર્થન, સરકારે વિવિધ રાજ્યો પાસેથી માગ્યો છે અભિપ્રાય
- જૂનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરના ઘર પર બુટલેગરોએ કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, અંગત અદાવતનું કારણ આવ્યું સામે
- જામનગર: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નાના ભાઈનું દુખ:દ નિધન, પોલાભાઇ માણેકનું રાજકોટની હોસ્પિટલમાં નિધન, રાજકોટની હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ થયું નિધન, હાલાર પંથકના રાજકીય આલમમાં શોકની લાગણી
- બનાસકાંઠા: ડીસાના તેરમીનાળા વિસ્તારમાં ઝેરી બીજ ખાતા 9 બાળકોને ઝાડા ઉલટી, બાળકોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.