- સુરત : ઓલપાડના પરિયા ગામ નજીક મોડી રાત્રે એમ્બ્રોડરીના કારખાનામાં લૂંટારુંઓનો આતંક, 6 જેટલા કારીગરોને બંધક બનાવી 4 લાખથી વધુની લૂંટ,
એમ્બ્રોડરી મશીનના પાર્ટ્સની કરવામાં આવી લૂંટ - અમદાવાદ : AMTSનુ 2018-19નુ 508.17 કરોડનુ બજેટ રજુ કરાયું, ગત વર્ષની સરખામણીએ 17.01 કરોડનો અંદાજપત્રમાં ઘટાડો કર્યો.
- મુંબઈ: હૈદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને ડોમ્બિવલીમાં રોકવામાં આવી, મધ્ય રેલવે, હાર્બર લાઇન સેવા ઠપ્પ
- ભીમા-કોરેગાંવમાં હિંસાના વિરોધમાં બહુજન સંગઠન પ્રેરિત બંધ શિવસેનાના ગઢ સમાન દાદર કે ભાજપના ગઢસમા ગોરેગામ-કાંદિવલી ઉપનગરોમાં સજ્જડ બંધ છે, મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરીઓને બાદ કરતાં મુંબઈના તમામ ઉપનગરોમાં દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ્સનાં શટર ડાઉન છે.
- લોકસભામાં કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, ગુજરાતનું ઉનાકાંડ હોય કે મહારાષ્ટ્રની ઘટના જ્યાં જ્યાં બીજેપીની સરકાર ત્યાં ત્યાં દલિતો પર અત્યાચાર આરએસએસ અને બીજેપી કરી રહી છે પીએમને લોકસભામાં જવાબ આપવાની માંગ કરી
- મહારાષ્ટ્રમાં ઊભી થયેલી તણાવ ભરી પરિસ્તિથિની અસર વાપીમાં પણ, વાપી ચાર રસ્તા પર આરપીઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ
ટાયરો સડગાવીને વિરોધ વ્યક્ત કર્યો, સ્થળ પર પોલીસ પહોંચીને મામલો થાડે પાડવાના પ્રયાસ - બનાસકાંઠા: ડીસામાં બનાસકાંઠા દલિત સેનાએ આપ્યું આવેદનપત્ર, ડીસા નાયબકલેક્ટરને આપ્યું આવેદનપત્ર, મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલ હુમલાને વખોડી કાઢ્યો
- સુરત ડેપો દ્વારા અનેક બસ કેન્સલ કરવામાં અાવી, મહારરાષ્ટ્રની ઘટનાઓને પગલે ગુજરાતમાં એલર્ટ
- ગોવા એરપોર્ટ પર મિગ -29 એરક્રાફ્ટ ક્રેશ થયું, દુર્ઘટનાને કારણે રન-વે બંધ કરાયો
- સુરત : સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાદેવ ચોક પાસે એમ્બ્યુલન્સવાનમાં બ્લાસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ, 4 થી 5 વ્યક્તિને પહોચી ઇજા
- સ્કૂલોની મનમાની રોકવા વાલીમંડલ દ્વારા પેરેન્ટ્સ ફી કમિટીની રચના કરવાનો નિર્ણય
- મહારાષ્ટ્ર સદનની બહાર જેએનયુ છાત્રોનો પ્રદર્શન, ભીમા કોરેગાવ મામલે મહારાષ્ટ્ર સદનનો કર્યો ઘેરાવ, પુણેમાં જીગ્નેશ મેવાણી અને ઉંમર ખાલીદ પર થયેલી ફરિયાદનો પણ વિરોધ
- નડિયાદ ચકચારી કલ્પના રોહિત અપમૃત્યુ કેસ, આરોપી જય પંચાલના જામીન કોર્ટે ના મંજુર કર્યા, આરોપી જય પંચાલએ જામીન માટેની અરજી કોર્ટમાં રજુ કરી હતી, આરોપી જય પંચાલે મૃતક કલ્પનાને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે ધરપકડ હતી. જય પંચાલ રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમાનો પૂર્વ મેનેજર હતો. નડિયાદમાં 10 સપ્ટેમ્બરના રોજ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી કલ્પના રોહિત નામની યુવતીએ કર્મવીર સામ્રાજય ફ્લેટના નવમા માળેથી આત્મ હત્યા કરી હતી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.