- સુરત કોર્ટમાં તારીખ હોવાથી હાર્દિક પટેલ સુરત પહોંચ્યો, હાર્દિક પટેલનું નિવેદન ભાજપમાં ઘણા સિનિયર ધારાસભ્ય છે, 50-60 MLAને એક એક ખાતું આપી દો, જેથી કોઈને નારાજગી રહે નહીં
- ગાંધીનગર : આજે કમલમ ખાતે ભાજપની બેઠક યોજાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને યોજાશે બેઠક
- જૂનાગઢ: મહારાષ્ટ્રના કોરેગાવની ઘટનાના પડઘા, જૂનાગઢનું વંથલી શહેર સજ્જડ બંધ ,દલિત સંગઠન દ્વારા અપાયું છે બંધનું એલાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- સુરત બંધનું એલાન મોકુફ રાખવામાં આવ્યું છે, શાંતિપૂર્ણ વાતાવરણ છે અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી: ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
- રાજકોટ: ધોરાજીમાં અજાણ્યા શખ્સો દ્વારા ST બસ સળગાવવાનો મામલો, ધોરાજીથી ઉપડતી તમામ રૂટની સેવાઓ આજે સ્થગિત
- મુંબઈ :જીગ્નેશ મેવાણીના કાર્યક્રમને મંજુરી નહિ, વિલે પાર્લેના એક હોલમાં યોજવાનો હતો કાર્યક્રમ,પોલીસે મંજુરી ના આપી,ઉમર ખાલીદ પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો.
- અમદાવાદ:વિધાનસભા વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનુ નામ નિશ્ચિત, કોંગ્રેસના સિનિયર આગેવાનોએ પરેશ ધાનાણીને આપ્યું સમર્થન -સૂત્ર
- ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આજે કેવીએટ દાખલ કરાશે,ફી નિયમન ધારા મામલે હાઇકોર્ટે આપેલા નિર્ણય બાદ સરકારનો નિર્ણય
- ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે હવે આધાર કાર્ડ નંબર દર્શાવવો ફરજિયાત નથીઃ રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી
- લેહ-લદાખને જમ્મુ-કશ્મીર રાજ્યના શેષ ભાગ સાથે જોડતું ઓલ-વેધર બોગદું બાંધવાની યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી. આ યોજનાથી લદાખનો આર્થિક-સામાજિક વિકાસ વેગ પકડશે
- મહારાષ્ટ્રમાં ચાલતાં આંદોલન અને ગુજરાતમાં રાજકોટ નજીક બસ સળગાવવાના બનાવને ધ્યાને લઇ અગમચેતીના પગલારૂપે પાલનપુરના એસ.ટી. વિભાગીય નિયામકશ્રીએ નાઈટ રૂટની ચાલીસ બસોને રાત્રે નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવા આદેશો આપ્યા છે
- હવે ભાજપના વધુ એક ધારાસભ્ય જેઠા ભરવાડ (જેઠાભાઈ જી. આહીર)નારાજ, સીધી જ વાત મને પ્રધાન બનાવો, નીતિનભાઈ પટેલ,પરસોત્તમ સોલંકી અને હવે જેઠા ભરવાડ પણ ભાજપ નેતાગીરીથી નારાજ, જેઠાભાઈ પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર જીત્યા છે. તેઓ પંચમહાલ ડેરિના ચેરમેન છે અને અમુલ ડેરીના પ્રથમ વાઇસ ચેરમેન બનેલ, કમુરતામાં શપથ લેનાર ગુજરાતની ભાજપ સરકાર દિવસે દિવસે ભીંસમાં


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.