- વડોદરા આજવા રોડ વિસ્તારમાં આવેલ યોગેશ્વર ટાઉનશીપ પાસે જાહેરમાં કરાઈ યુવકની હત્યા, સરાજાહેર અરુણકુમાર બાલાકુમાર ચાંગા નામના યુવકની અજણાયા શખસોએ કરી હત્યા, સમગ્ર બનાવમાં અન્ય એક યુવક ઇજાગ્રસ્ત, ઘટનાસ્થળે પોલીસ પહોંચી
- રાજ્યના પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ એનસીઈઆરટી આધારિત કરવાની દિશામાં સરકારની કવાયત, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની શિક્ષણમંત્રી સાથે બેઠક, પ્રારંભિક તબક્કામાં ગણિત અને વિજ્ઞાન ના વિષયનો અભ્યાસક્રમ એનસીઇઆરટી આધારિત કરાશે
- મુંબઈમાં ફરી એક વાર લાગી મોટી આગ, મુંબઈ સેન્ટ્રલના જિયા એપાર્ટમેન્ટના બેસમેન્ટમાં લાગી આગ, ઘટના સ્થળે 15 ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના, આગ પર કાબુ મેળવવામાં આવ્યો
- મહેસાણા :હાઇવે ઉપર લૂંટ અને ચોરી કરતી ગેંગ ઝડપાઇ, રૂપિયા 1.5કરોડની લૂંટ અને ચોરી કબુલ્યા, 18 થી વધુ ગુન્હાઓ ને આપ્યો છે અંજામ, કુલ 66.50 લાખ નો મુદ્દામાલ ઝડપાયો
- અમદાવાદઃ બાબુ જમના, ઇલેશ પટેલ અને મુકુંદ જોષી ત્રણેયે બીન જામીન પાત્ર વોરંટ રદ કરવા કરેલી અરજી કોર્ટે માન્ય રાખી
- મુંબઈમાં 70 આંગડિયાના 3000 પાર્સલ સીઝ કરાયા, 150 કરોડના પાર્સલ GST ના અધિકારીઓએ સીઝ કર્યા, GSTની ચોરી થતી હોવાની શંકાના પગલે પાર્સલ સીઝ કરાયા, GST અધિકારીઓની કાર્યવાહીના પગલે હીરા ઉધોગમાં ફડફડાટ, સુરત, અમદાવાદ,રાજકોટના પાર્સલ અટવાયા
- રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત, સરકાર પાસ ન કરાવી શકી ત્રિપલ કલાક વિરુદ્ધનું બિલ
- બનાસકાંઠાઃ વડગામ તાલુકાના પીલુચા ગામનો બનાવ, ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે મહિલાઓએ બોલાવી રામધુન, ગેરકાયદેસર બનતા બાંધકામ આગળ ગામની મહિલાઓ કર્યો વિરોધ, ગ્રામપંચાયતની પરવાનગી વગર ગામમાં બની રહ્યું છે ગેરકાયદેસર બિલ્ડીંગ
- રાજકોટમાં વધુ એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાયો, વિદ્યાર્થીનું હોમવર્ક અધુરૂ હોવાથી માર્યો ઢોર માર, યુવરાજ શંકરભાઈ પરમાર નામના બાળકને માર મરાયો, મારને કારણે બાળકને કાનમાંથી લોહી નિકળતા સિવિલમાં ખસેડાયો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.