- બાળકોને કુપોષણની મુક્ત કરવાના મિશન રૂપે દમણમાં ‘સ્વાભિમાન’ સ્કીમ લાગુ કરવામાં આવી. હવે ગર્ભવતી મહિલાઓને દર મહિને ઘરબેઠા 7.5 કિલો પોષક આહાર મળી જશે. આ પ્રસંગે ભૂલકાંઓ માટે હાથ-પગનાં મોજાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું
- રાજકોટના રાધે હોટલ પાસેની ઘટના, ફોર્ચ્યુન હોટલની સામે રોહિત નામના યુવાનની કુહાડી મારી હત્યા નિપજાવવાનો પ્રયાસ, ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી
- અમદાવાદ : સાણંદ- વિરમગામ હાઈવે પર અકસ્માત, વિરોચનનગર પાસે રીક્ષા અને આઇસર ટ્રક અથડાતાં બેના મોત, સાણંદ જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે
- લખનૌમાં બટાકાના ભાવને લઇને ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ રાજભવનની સામે બટાકા ફેંકી વિરોધ કર્યો
- અમદાવાદ સાયન્સ સિટી રોડ રતનપુર ગામની ઘટના, સરસ્વતી પેપર મિલમાં વહેલી સવારે લાગી આગ, 5 ફાયર ફાઇટરે અાગ પર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાની નથી, આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી
- છોટાઉદેપુર: બોડેલી સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મોત, સાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મધ્યપ્રદેશના ખરગોનથી હાર્ટના દર્દીને વડોદરા લઈ જતા હતા, બોલેરોમાં સવાર હાર્ટના દર્દીનું ઘટના સ્થળે મોત, ઇજાગ્રસ્તોને બોડેલી સારવાર અર્થે ખસેડાયા - ઉપલેટાના ભાયાવદર રોડ પર ગંભીર અકસ્માત, વાહન ચાલક ઇજા કરી ફરાર, મજૂરી કામે જતા મજૂરો પર ગાડી ચડાવી દીધી, સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
- બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત માટે પ્રદેશ ભાજપે ૩-૩ નિરીક્ષકો જાહેર કર્યા, ખેડા : શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદીપસિંહ જાડેજા, ભાવનાબેન દવે બનાસકાંઠા : કે સી પટેલ, નટુજી ઠાકોર, કૌશલ્યકુંવાર બા
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફાઈ મુદ્દે વિરોધ પ્રદર્શન


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.