- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે 2 કલાકે અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં 72મી રિલાયન્સ નેશનલ સિનિયર ચેમ્પિયનશિપ ફોર સંતોષ ટ્રોફીની વેસ્ટ ઝોન સ્પર્ધાનો પ્રારંભ કરાવશે
- ગોધરા: જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના બે કર્મચારીઓ ૧૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.ના છટકામા ઝડપાયા
- વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમા વન અને પર્યાવરણ રાજ્યકક્ષા મંત્રી શ્રી રમન પાટકરની તબિયત લથડી, વન અને પર્યાવરણ મંત્રી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા, તડકામાં ઘણા સમય સુધી ઉભા રહેતા તેમની તબિયત લથડી, તબિયત લથડતા તાત્કાલિક સભા સ્થળેથી સારવાર માટે ખસેડાયા
- દિલ્હી-પાનીપત હાઈવે પર કાર અકસ્માત, અકસ્માતમાં 4 ખેલાડીઓનાં મોત
- ગુજરાતમાં પણ વાઘની વસ્તી હોવાનો દાવો, ડાંગમાં વાઘના ચિન્હો મળી આવ્યા બાદ વાઘની વસતી ગણતરી થશે
- અમદાવાદ : ધ વાયર મેગેઝીનના તંત્રી અને પત્રકારોને હાઇકોર્ટની રાહત નહીં, અરજદારોની સામે નોંધાયેલી ફરિયાદ અને બદનક્ષીના કેસને રદ્દ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો, ધ વાયર મેગેઝીનમાં છપાયેલા લેખ બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. મેટ્રોપોલિટન કોર્ટે આ અરજીના પગલે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કર્યા હતા, જેના પગલે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ રદ કરવા માટે માંગ કરી હતી
- રાજકોટમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે મેરેથોન ૨૦૧૮, ૪૨ કિલોમીટરની યોજાશે દોડ, પાંચ જેટલી કેટેગરીમાં યોજાશે દોડ, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરાયી સત્તાવાર જાહેરાત
- રાજકોટમાં લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને મંદીરમાં પુરી દીધા,રાજકોટના મવડી વિસ્તારની ઘટના, કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક અને પ્રભાતભાઈ ડાંગર દ્વારા કોન્ટ્રાક્ટરનો કાઠલો પકડી હોબાળો મચાવ્યો, ટીપરવાનને કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ પાસેથી લઈ લીધી, મનપાના અધિકારીને પકડી મંદિરમાં પુરી દેવાયો તેમજ તાળા પણ મારી દેવાયા
- અમદાવાદ: મૃત મહિલાના નામે બોગસ વેચાણ કરાર બનાવીને લાખો રૂપિયાનું મકાન પચાવી પડવાનો મામલો સામે આવ્યો, મકાન માલિક મકાનના રહેવા માટે આવ્યા ત્યારે મામલો સામે આવ્યો, વટવા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી
- અમદાવાદ:- વટવા વિસ્તારના શક્તિગાર્ડનીયા ફ્લેટમાં એક સાથે 5 મકાનના તૂટયા તાળા, સોમવારની વહેલી સવારે ચોરીનો બન્યો બનાવ, એક મહિલા જાગી જતા તેને લોખડના સળિયા વડે માર મારવામાં આવ્યો, 5થી વધુ ચોરોએ મચાવ્યો તરખાટ
- અમદાવાદ શરીર પર એલર્જી દૂર કરવાના બહાને રેલવે કર્મચારીના 70 હજારનો ચૂનો લગાવીને હકીમ સહિત 3 લોકો લઈ ગયા, મણિનગરમાં રેલવે કર્મચારીની ટ્રીટમેન્ટ કરવા બહાને કરી ચિટિંગ, એલર્જી વાળી જગ્યાએથી પસ કાઢવાનું હકીમએ નક્કી કર્યું હતું, કર્મચારીની પત્નીએ જમીન પર પડેલ પસની જગ્યાએ પાઉડર મળતા મામલો સામે આવ્યો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.