AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ હુમલાનો જોરદાર વિરોધ વચ્ચે પોલીસે બે ઈસમોને ઝડપી લીધા છે.
અસદુદ્દીન ઓવૈસી ઉપર હુમલો થતા તેઓના સમર્થકો આજે ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે દારુલ ઉલૂમ ચોકમાં એકઠા થયા હતા. અહીંથી તેઓ દેવબંદ-ગંગોહ બાયપાસ પર સ્થિત ઉર્દૂ ગેટ પર પહોંચ્યા અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે યુપીમાં ખુલ્લેઆમ ગુંડાગીરી થઈ રહી છે. જે કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં.
थाना पिलखुवा (हापुड़) क्षेत्र से @asadowaisi जी का काफिला गुजर रहा था, जिसपर 02 व्यक्तियों ने फायरिंग की है।@hapurpolice द्वारा एक व्यक्ति को हिरासत में लिया गया है, जिससे फायरिंग करने में प्रयुक्त असलहा भी बरामद हुआ।
इस सम्बन्ध में एसपी हापुड़ @deepakbhuker की बाइट।
.@Uppolice pic.twitter.com/Pkk9DXoBS7— HAPUR POLICE (@hapurpolice) February 3, 2022
તેમણે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી પર ઘાતક હુમલો એક મોટા ષડયંત્રનો ભાગ છે. જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, તેમજ હુમલાખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ઓવૈસી પર હુમલાના તાર દેવબંદ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે.
કિથોરથી મેરઠ આવતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર થયેલા હુમલામાં હાપુર પોલીસે બે આરોપીઓ સચિન નિવાસી બાદલપુર, નોઈડા અને શુભમ રહેવાસી સહારનપુર ની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે હુમલાખોરોમાંથી એક દેવબંદનો રહેવાસી છે.જે કોતવાલી વિસ્તાર હેઠળ આવતા ગામનો રહેવાસી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓ આખી ઘટના અંગે વધુ તપાસ કરી રહયા છે.