બ્રિટિશ નાગરિકો માટે આધાર કાર્ડ? બ્રિટનનાં વડાપ્રધાન સ્ટાર્મર આધારની જેમ બ્રિટ-કાર્ડની બનાવી રહ્યા છે યોજના
ભારતના આધાર કાર્ડ મોડેલથી યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરને બ્રિટનનો પોતાનો ડિજિટલ ઓળખ કાર્યક્રમ વિકસાવવા પ્રેરણા મળી રહી છે. બ્રિટનમાં “બ્રિટ કાર્ડ” તરીકે ઓળખવામાં આવશે. અહેવાલ મુજબ, યુકેનો ડિજિટલ આઈડેન્ડેન્ટીટી પ્રોગ્રામ હેઠળ ગેરકાયદેસર રીતે કામ કરતા સ્થળાંતર કરનારાઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે આધારના કલ્યાણ-કેન્દ્રિત અભિગમથી વિપરીત છે. જો કે, ગોપનીયતા અને સંભવિત સરકારી ઓવરરીચ અંગેની ચિંતાઓને કારણે આ યોજનાને નોંધપાત્ર જાહેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ સ્ટાર્મરે આધાર કાર્ડને ડેવોલપ કરનાર ટેક્નોક્રેટ નંદન નિલેકણની સહાય પણ માંગી હોવાના અહેવાલો છે.
યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ભારતની આધાર સિસ્ટમથી પ્રેરિત થઈને બ્રિટિશ નાગરિકો માટે ડિજિટલ આઈડી કાર્ડની યોજના બનાવી છે, પરંતુ તેને “બ્રિટ ડીએનએ” કાર્ડ કહેવામાં આવી રહ્યું નથી. આ દેશમાં રોજગાર મેળવવા માટે જરૂરી ફરજિયાત ડિજિટલ ઓળખ કાર્ડ હશે, અને તેનો પ્રાથમિક હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાનો છે. આ કાર્ડ 2029 સુધીમાં લાગુ થઈ શકે છે અને તેમાં ઓછામાં ઓછા પ્રારંભિક તબક્કામાં બાયોમેટ્રિક ડેટા સામેલ નહીં હોય.
યોજનાની વિગતો
ડિજિટલ આઈડી કાર્ડ: આ ભારતના આધાર કાર્ડ જેવું જ એક ડિજિટલ ઓળખ કાર્ડ હશે, જે સ્માર્ટફોનમાં સંગ્રહિત કરી શકાય છે.
ફરજિયાત: આ કાર્ડ રોજગાર મેળવવા માંગતા બધા બ્રિટિશ નાગરિકો અને કાયમી રહેવાસીઓ માટે ફરજિયાત રહેશે.
મુખ્ય હેતુ: તેનો પ્રાથમિક ધ્યેય દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર અટકાવવાનો અને ગેરકાયદેસર રોજગારને રોકવાનો છે.
સિસ્ટમ પ્રેરણા: આ યોજના માટે આધાર સિસ્ટમને એક મોડેલ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં, સ્ટાર્મરે ભારતની મુલાકાત દરમિયાન આધાર મોડેલ પર માર્ગદર્શન મેળવવા માટે નંદન નિલેકણી સાથે મુલાકાત કરી હતી.
બાયમેટ્રિક્સ: હાલમાં, આ બ્રિટિશ આઈડીમાં બાયોમેટ્રિક ડેટા શામેલ કરવાની કોઈ યોજના નથી, જોકે ભવિષ્યમાં આ કરી શકાય છે.
આ યોજનાનો હેતુ ઓળખ તપાસની જરૂરિયાતને દૂર કરીને સમય બચાવવાનો છે. આ ઉપરાંત જેમની પાસે સ્માર્ટફોન નથી, જેમ કે બેઘર અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સહાય પૂરી પાડવામાં આવશે.