બિલ્ડર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મજૂરોને મરવા છોડી દીધા
નાણાકીય ગોલમાલ
રાજ્ય સરકાર દ્વારા બોર્ડને આપવામાં આવેલી રૂ. 2,544.81 કરોડની ગ્રાન્ટમાંથી,
બોર્ડ ₹808.49 કરોડ એટલે કે 32 ટકા કલ્યાણકારી યોજનાઓ માટે રૂ.782.03 કરોડ અને વહીવટ રૂ. 26.46 કરોડ પર વાપરી શકે છે.
માર્ચ 2023 સુધીમાં, રૂ. 1,736.32 કરોડ બોર્ડ પાસે વણવપરાયેલા પડી રહ્યા હતા.
2017-22 દરમિયાન 31 યોજનાઓમાંથી, 13 યોજનાઓ એટલે કે 42 ટકા ભાજપની સરકારોએ બંધ કરી દીધી છે.
60 વર્ષના લાભાર્થીઓને વૃદ્ધાવસ્થા પેન્શન આપવાનો કાયદો છે. જે યોજના વિજય રૂપાણની અને ભૂપેન્દ્ર પટેલની બિલ્ડર વાદી સરકારે મે 2019થી બંધ કરી દીધી છે.
બાંધકામ કામદારો અને તેમના પરિવારને સબસિડીવાળા દરે પૌષ્ટિક અને ગુણવત્તા યુક્ત ખોરાક પૂરો પાડવોની જોગવાઈ છે. 9 જિલ્લામાં તે ચાલુ છે પણ 24 જિલ્લામાં તે 2017-22 દરમિયાન બંધ કરી દીધી છે. જે વિરોધ થતાં 2024માં 19 જિલ્લાઓ સુધી યોજના ચાલુ કરી હતી.
ઘર બનાવવામાં મદદ કરવા માટે નાનાજી દેશમુખ આવાસ યોજના અને હાઉસિંગ સબસિડી યોજના
બનાવી હતી. ગુજરાતમાં 10 લાખ મજૂરોમાંથી 2017-2022 સુધીમાં ફક્ત 37 મજૂરોને મકાન સહાય મળી હતી. હાઉસિંગ સબસિડી યોજના હેઠળ કોઈ લાભાર્થીને આવરી લેવામાં આવ્યા નથી. બૂપેન્દ્ર પટેલ કઈ કર્યું નથી.
કોરોના કૌભાંડ
કોરોના સુરક્ષા આપવા સાત મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઓક્ટોબર 2020માં રૂ. 52 કરોડ જાહેર કર્યા. પણ માર્ચ 2023 સુધીમાં રૂ. 36 કરોડના હિસાબો મળતા નથી. અન્ય 3 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂ. 12.50 કરોડના બિનવપરાયેલા પડી રહ્યાં છતાં કોઈ ગ્રાન્ટ કાર્યવાહી કરી નહીં.
ધનવંતરી રથ
સપ્ટેમ્બર 2013થી ધન્વન્તરી આરોગ્ય રથ5 પસંદ કરેલા જિલ્લાઓના 50 કામદારો જ લાભ મેળવતાં હતા. આવા 10 લાખ કામદારો બાંધકામ ક્ષેત્રે હોવાનું અનુમાન છે તેમાં માત્ર 50ને જ દવા મળી હતી.
ભલામણો
1 – પૂર્ણ બોર્ડ તુરંત બનાવો.
2 – બિલ્ડરોની રકમ કે સેસ સીધા બોર્ડમાં જમા કરાવો, સરકારમાં કે સ્થાનિક સરકારોમાં નહીં.
3 – ખાલી જગ્યાઓ અને બોર્ડમાં નિરીક્ષકો ખાલી જગ્યાઓ તુરંત ભરો.
4 – બોર્ડ અને સ્થાનિક નકસા કે યોજના મંજૂર કરતી સંસ્થાઓ વચ્ચે સંકલન કરો.
5 – બાંધકામ પ્રવૃત્તિની વિકાસ પરવાનગી કે કાર્યક્રમ આપતી વખતે નોંધણી સત્તાવાળાને સૂચિત કરવાનું ફરજિયાત કરો.
6 – બાંધકામ પ્રવૃત્તિઓના મેપિંગ માટે ભારત સરકારના નિર્દેશોનું અમલીકરણ સુનિશ્ચિત કરી શકે છે.
7 – ખોટા કામદારો નોંધવામાં આવી રહ્યાં છે તે તુરંત બંધ કરો.
8 – અરજીની પ્રક્રિયા માટે સમય રેખા નિર્ધારિત કરો.
9 – બિલ્ડિંગ પરમિટ આપતી વખતે ઇમારતોના બાંધકામના વાસ્તવિક ખર્ચનો ઓછામાં ઓછા એક ટકો રતમ જમા કરવા પદ્ધતિ બનાવો.
10 – બાંધકામ કામદારો માટે સલામતી, આરોગ્ય અને કલ્યાણ પગલાં ભરો.
11 – બાંધકામ સ્થળોનું નિયમિત નિરીક્ષણ કરવાની સિસ્ટમ મજબૂત બનાવો. સેટેલાઈટ લોકેશન આધારીત કરો.
12 – કામદારોને વૃદ્ધાવસ્થા પેન્શન આપો.
13 – 14 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના લાગુ કરો.
14 – મજૂરનો ઘર બાંધકામ માટે સહાય પૂરી પાડો.
15 – જિલ્લાની કચેરીમાં અરજી નિકાલની મર્યાદા નક્કી કરો.