નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 130 પોઈન્ટના ઘટાડા સાથે 65,800ની નજીક છે. એ જ રીતે, નિફ્ટી પણ લગભગ 40 પોઈન્ટના ઘટાડા બાદ 19,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
ફાઇનાન્સ અને મેટલ સેક્ટરમાં વેચવાલીથી બજાર પર દબાણ છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સના શેર્સ ટોપ લોઝર છે, જ્યારે ડો. રેડ્ડીઝના શેર્સ ટોપ ગેઇનર્સ છે. આ પહેલા મંગળવારે BSE સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 65,945 પર બંધ થયો હતો.