સ્થાનિક શેરબજારોમાં ગુરુવારે સતત ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 634 પોઈન્ટના ઘટાડા સાથે 60000 પોઈન્ટની નીચે બંધ રહ્યો હતો. બપોરે વેપારમાં યુરોપિયન શેરબજારોમાં ઘટાડા વચ્ચે આઈટી એનર્જી અને ફાઈનાન્શિયલ શેરોમાં મોટા વહેંચાણો સાથે બજારો નીચા ગયા હતા શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હળભળાટ મચી ગયો હતો. સેન્સેક્સ પહેલા બંધ કરતાં 400 પોઈન્ટ ઘટીને 59039 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને પછી ઘટાડો થયો હતો .BSE મુખ્ય સૂચકાંકના 30 શેરોમાંથી માત્ર 6 શેર લીલા નિશાન પર છે .નિફ્ટી પણ 17,613 પોઈન્ટની નીચે ખુલ્યો હતો અને 180 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો હતો.વેપારીઓના પોતાના મતે યુએસ ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા વેચવાલીથી પણ ટ્રેડિંગ સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી હતી . BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 634.20 પોઈન્ટ્સ અથવા 1.06 ટકાના ઘટાડો સાથે 59,464.62 ના લેવલ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 181.40 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઉછાળો સાથે 17,757.00 પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરમાં 4.57 ટકાના ઘટાડા સાથે બજાજ ફિનસર્વ સૌથી વધુ ઘટ્યો હતો તે ઉપરાંત ઈન્ફોસીસ, ટીસીએસ, સન ફાર્મા, એચસીએલ ટેક, એચયુએલ, ડો રેડ્ડીઝ, એચડીએફસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો ઘટાડો થયો બીજીબાજુ પાવર ગ્રીડ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ સામેલ થાય છે તેમાંથી 4.86 ટકા સુધીનો વધારો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં નુકસાન પહોંચ્યું હતું જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવે છે કે વૈશ્વિક ફુગાવા અંગે સતત ચિંતા અને ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં વધારો થવાની આશંકા સ્થાનિક બજાર માટે મુખ્ય પડકાર છે કારણ કે બજાર સતત ત્રીજા દિવસે પણ ઘટ્યું હતું .