Aadhaar PAN Card Link હાલના પાનધારકો માટે લિંક કરવું ફરજિયાત
Aadhaar PAN Card Link સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પાન કાર્ડ માટે મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. 1 જુલાઈ 2025થી પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. અત્યાર સુધી પાન કાર્ડ માટે વિવિધ ઓળખના પુરાવા માન્ય હતા, પણ હવે નવા નિયમ અનુસાર આધાર કાર્ડ હોવો જ ફરજિયાત બનશે.
CBDTના જણાવ્યા મુજબ, હવે પાન કાર્ડ ફોર્મ ભરતી વખતે આધાર નંબર આપવો જરૂરી રહેશે અને UIDAI દ્વારા વિગતોની પુષ્ટિ કર્યા પછી જ પાન કાર્ડ ફાળવાશે.
હાલના પાનધારકો માટે પણ કડકાઈ: પાન-આધાર લિંક કરવું ફરજિયાત
માત્ર નવા પાન માટે જ નહીં, હાલના પાન કાર્ડ ધારકો માટે પણ પાન અને આધાર લિંક કરવું ફરજિયાત બનશે. પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. જો આ તારીખ સુધી આ બંને ડોક્યુમેન્ટ લિંક નહીં થાય તો પાન કાર્ડ ‘ઇનએક્ટિવ’ થઈ શકે છે, જેના કારણે ટેક્સ ફાઈલિંગ, બેન્કિંગ અને અન્ય અનેક નાણાકીય સેવાઓ પર અસર પડી શકે છે.
પાન-આધાર લિંક કરવાની સરળ પ્રક્રિયા
આધારને પાન સાથે લિંક કરવા માટે તમારે ઈ-ફાઇલિંગ પોર્ટલ (https://incometax.gov.in) પર જવું પડશે:
- હોમપેજ પર “Link Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું PAN નંબર અને આધાર નંબર દાખલ કરો.
- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
- “I agree to validate my Aadhaar details with UIDAI” પર ક્લિક કરો.
- OTP મળ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરો.
HDFC બેન્કના નવા નિયમો: ગેમિંગ અને વોલેટ ટ્રાન્ઝેક્શન્સ પર વધારાનો ચાર્જ
HDFC બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો કોઈ ગ્રાહક Dream11, MPL જેવી ગેમિંગ એપ્લિકેશનમાં દર મહિને ₹10,000થી વધુ ખર્ચ કરે છે, તો તેના પર 1% થી વધુ ચાર્જ લાગશે.
આ ઉપરાંત, Mobikwik, Paytm, Ola Money જેવા થર્ડ-પાર્ટી વોલેટ્સમાં અને ઈંધણ પર ₹15,000થી વધુ ખર્ચ પર પણ 1% વધારાનો ચાર્જ લાગશે. વીજળી, પાણી અને ગેસ બિલ પર વર્ષમાં ₹50,000થી વધુ ચૂકવાતું હોય, તો તેના પર પણ વધારાનો ચાર્જ લાગશે.
પાન કાર્ડ માટે આધાર ફરજિયાત હોવાની શરત નાગરિકો માટે મહત્વની છે. ટેક્સ સંબંધિત કામગીરીમાં વિલંબ અને અવરોધ ટાળવા માટે પાન-આધાર લિંકિંગ સમયસર પૂર્ણ કરવું જરૂરી છે. સાથે HDFC કાર્ડધારકો માટે પણ નવા નિયમોને ધ્યાનમાં રાખી ઉપયોગ કરવો સમજદારી ભર્યો નિર્ણય રહેશે.