Adani Enterprises અદાણી ગ્રુપે ભારતમાં પહેલો હાઇડ્રોજન ટ્રક લોન્ચ કર્યો: પર્યાવરણ માટે નવી દિશા
Adani Enterprises અદાણી એન્ટરપ્રાઇઝે ભારતનો પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રક લોન્ચ કર્યો છે, જે દેશના ગ્રીન એનર્જી દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. છત્તીસગઢના રાયપુરમાં રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઇએ આ ટ્રકને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રક ગેરે પાલ્મા થ્રી કોલસા ખાણમાંથી કોલસો પાવર પ્રોજેક્ટ સુધી પહોંચાડશે.
પર્યાવરણ માટે લાભદાયી ટેક્નોલોજી
હાઈડ્રોજનથી ચાલતો આ ટ્રક ડીઝલનો ઉપયોગ કરતી ગાડીઓની તુલનામાં વધુ પર્યાવરણમૈત્રી છે. ટ્રક કોઈ કાર્બન ઉત્સર્જન કરતો નથી—માત્ર પાણીની વરાળ અને ગરમ હવાનું ઉત્સર્જન કરે છે, જેનાથી ધૂમાડો, અવાજ અને પ્રદૂષણ ઘટે છે.
ટેકનિકલ વિશેષતાઓ
ટ્રકમાં ત્રણ હાઈડ્રોજન ટાંકી લગાવવામાં આવી છે
એકવાર ભર્યા પછી 200 કિમી સુધી 40 ટન માલ લઈ જઈ શકે છે
અદાણી ગ્રુપે આ ટ્રક એક ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની અને ઓટોમોબાઇલ ઉત્પાદક સાથે સહયોગમાં તૈયાર કર્યો છે
આ પ્રોજેક્ટ માત્ર એક ટ્રક સુધી સીમિત નથી; અદાણી ગ્રુપે આવનારા સમયમાં વધુ હાઇડ્રોજન ટ્રક લોન્ચ કરવાની યોજના દર્શાવી છે. આ નવી પહેલ દેશના ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રમાં હરિત ઊર્જા અપનાવાનું પ્રેરક ઉદાહરણ બની શકે છે.