Advance Tax:જો તમે પણ ચાલુ નાણાકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરવાના છો તો રાહ જુઓ! આવકવેરા વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ થયાના બીજા જ દિવસે લોકોને વેબસાઇટ પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને આ સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી છે.
કરદાતાઓના પ્રતિસાદના આધારે, વિભાગે હાલમાં ઇ-કેમ્પેઈન શરૂ કર્યા પછી એડવાન્સ ટેક્સ જમા કરવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિક્યોરિટી માર્કેટના ઉપલબ્ધ ડેટામાં ભૂલોને કારણે આ સમસ્યાઓ થઈ રહી છે. આવકવેરા વિભાગે તે સંસ્થાને સાચો ડેટા આપવાનો નિર્દેશ આપ્યો છે. જે પછી ડેટાને એન્યુઅલ ઇન્ફોર્મેશનલ સ્ટેટમેન્ટ (AIS) પર અપડેટ કરવામાં આવશે.
સમસ્યા ક્યારે ઊભી થઈ?
સીડીએસએલ અને ટેક્સ ડિપાર્ટમેન્ટ વચ્ચે શેર કરવામાં આવેલા ડેટામાં વિસંગતતાને કારણે વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એડવાન્સ ટેક્સ ભરવાનો પ્રયાસ કરતી વખતે લોકો વધારાના શૂન્ય દર્શાવતા હતા. ઉદાહરણ તરીકે, રૂ. 450ની કિંમતનો આઇટીસીનો શેર રૂ. 45,000ની કિંમત દર્શાવતો હતો. તે જ સમયે, 1.2 કરોડમાં વેચાયેલી મિલકત તેની કિંમત 12 કરોડ રૂપિયા બતાવી રહી હતી.
આ સમગ્ર પ્રકરણ પર એક અધિકારીએ કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે ટ્રાયલ દરમિયાન તેને આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તમને જણાવી દઈએ કે, AIS ફોર્મ 26AS નું એક્સ્ટેંશન ફોર્મ છે. જેમાં મિલકતની ખરીદી, વેચાણ, TDS અને TCS વ્યવહારો થાય છે.