Amul milk price hike : અમૂલ દૂધ થયું મોંઘું: 1 મે થી લાગુ થશે નવા ભાવ, ગ્રાહકોના ખિસ્સા પર વધશે ભાર
Amul milk price hike : મધર ડેરીના દૂધના ભાવમાં તાજેતરમાં થયેલા વધારો પછી, હવે દેશની અન્ય મહત્વપૂર્ણ દૂધ ઉત્પાદક કંપની અમૂલે પણ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. 1 મે 2025થી અમૂલ દૂધના નવા ભાવ અમલમાં આવશે. ભાવમાં થયેલા 2 રૂપિયાના આ વધારા પછી સામાન્ય પરિવારના માસિક બજેટ પર સીધી અસર થવાની શક્યતા છે.
વિવિધ દૂધ પેકેટના નવા ભાવ
અમૂલ દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર:
સ્ટાન્ડર્ડ મિલ્ક (500 મિલી): ₹30 થી વધી ₹31
ગોલ્ડ મિલ્ક (500 મિલી): ₹33 થી વધી ₹34
ભેંસનું દૂધ (500 મિલી): ₹36 થી વધી ₹37
સ્લિમ એન્ડ ટ્રીમ (500 મિલી): ₹24 થી હવે ₹25
ગાયનું દૂધ (500 મિલી): ₹28 થી વધીને ₹29
તદુપરાંત, 1 લિટર પેકેટના ભાવમાં પણ વધારો થયો છે:
સ્ટાન્ડર્ડ મિલ્ક (1 લિટર): ₹65 થી વધીને ₹67
ટી-સ્પેશિયલ મિલ્ક (1 લિટર): ₹61 થી વધીને ₹63
તાજું દૂધ (1 લિટર): ₹53 થી વધીને ₹55
મધર ડેરીના ભાવમાં પણ વધારો
અમૂલની સાથે સાથે મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે:
ટોન્ડ મિલ્ક (પાઉચ): ₹56 થી વધીને ₹57
ફુલ ક્રીમ મિલ્ક (પાઉચ): ₹68 થી હવે ₹69
ડબલ ટોન્ડ મિલ્ક: ₹49 થી વધીને ₹51
ગાયનું દૂધ: ₹57 થી વધીને ₹59
ગ્રાહકો પર અસર
દૂધના ભાવમાં થયા આ વધારાથી સામાન્ય ગ્રાહકોના રોજિંદા ખર્ચ પર સીધી અસર પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિચલા વર્ગના પરિવારો માટે દૂધ જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનના ભાવમાં 1-2 રૂપિયાનો પણ વધારો નોંધપાત્ર બને છે. શાળાના બાળકો, વૃદ્ધો અને આરોગ્ય માટે દૂધનો નિયમિત ઉપયોગ કરતી જનતા માટે હવે દરેક પેકેટની કિંમત વધુ ચૂકવવી પડશે.
કેમ થયો ભાવ વધારો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો ઉત્પાદન ખર્ચ, પશુચારોના ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને પેકેજિંગ ખર્ચના વધારાને કારણે થયો છે. અમૂલ અને મધર ડેરીએ બંનેએ જણાવ્યું છે કે તેઓ દૂધ ઉત્પાદકોને વાજબી ભાવ ચૂકવવા પ્રતિબદ્ધ છે અને ભાવ વધારાનો નિર્ણય લાંબી ચિંતનપ્રક્રિયા બાદ લેવાયો છે.
દૂધના ભાવમાં આ તાજેતરના વધારાથી સામાન્ય જનતાને થોડો પડકારનો સામનો કરવો પડી શકે છે, પણ સાથે સાથે આ વ્યવસ્થાનો હેતુ પશુપાલકોને ન્યાયસંગત કમાણી અને દૂધ ઉત્પાદનને ટકાવી રાખવાનો પણ છે.