Stock Market : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ પૂરું થતાં જ શેરબજારમાં જોરદાર સુનામી જોવા મળી હતી. સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 350 પોઈન્ટ ઘટીને સમાચાર લખાય છે ત્યાં સુધી, 30 શેરનો BSE સેન્સેક્સ 12:30 વાગ્યે 1179.73 પોઈન્ટ ઘટીને 79,484.25 પર હતો, જ્યારે નિફ્ટી-50 પણ 1.43 ટકા ઘટીને 350.10 પોઈન્ટ પર હતો. તે ઘટીને 24,159.15ના સ્તરે આવી ગયો હતો. જ્યારે સવારે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 229.89 પોઈન્ટ અથવા 2.29 ટકાના વધારા સાથે 80,731.97 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 60 પોઈન્ટના ઉછાળા સાથે 24568.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ નાણામંત્રી સીતારમણે બજેટ રજૂ કરતાની સાથે જ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે બજેટમાં સરકારે કેપિટલ ગેઈન અને ટ્રેડિંગ ડેરિવેટિવ્સ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે શેરબજારમાં તેજી આવી ગઈ છે. NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ લગભગ 1% ઘટીને અનુક્રમે 24,225 અને 80,024 પર ટ્રેડ કરી રહ્યાં છે. PSU સેક્ટરમાં આજે સૌથી વધુ ઘટાડો થયો છે. આ સિવાય રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ગગડીને 83.69 થયો હતો.
આ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણીની જાહેરાત કરી, કોરોમંડલ એગ્રો પ્રોડક્ટ્સ એન્ડ ઓઈલ લિમિટેડ, ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને નોવા એગ્રીટેક લિમિટેડના શેરો રોકેટ બન્યાં હોવાથી કૃષિ શેરો 10 ટકા સુધી વધ્યા હતા.
કયા શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે?
કૃષિ ક્ષેત્રને લગતા શેરો સિવાય બેન્કિંગ, વીમા, ઓટો સહિતના આઈટી ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC, શ્રીરામ ફાઈનાન્સ, હિન્દાલ્કો, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, BPCL અને રિલાયન્સના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.