Bank Open Sunday:
RBI Decision: RBIએ 31 માર્ચે રવિવાર હોવા છતાં તમામ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI Decision: એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ 31 માર્ચ, રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે 31 માર્ચ, 2024 રવિવાર હોવા છતાં, તમામ બેંકો ખુલ્લી રહેશે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24નો અંતિમ દિવસ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
All Agency Banks to remain open for public on March 31, 2024 (Sunday)https://t.co/7eI5CZtlh0
— ReserveBankOfIndia (@RBI) March 20, 2024
તમામ આવકવેરા કચેરીઓ ખુલ્લી રહેશે
અગાઉ આવકવેરા વિભાગે તેની તમામ ઓફિસો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો. વિભાગે ગુડ ફ્રાઈડે સહિત શનિવાર અને રવિવારની રજાઓ પણ રદ કરી હતી.