BSE
બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 408.54 લાખ કરોડના સ્તરે બંધ થયું છે, જે એક રેકોર્ડ હાઈ છે. છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 406.55 લાખ કરોડ હતું.
Stock Market Closing On 2 May 2024: ભારતીય શેર બજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયું. ઓટો અને એનર્જી શેર્સમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 74,611 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટના ઉછાળા સાથે 22,649 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
ભારતીય શેરબજારમાં આવેલી તેજીને કારણે માર્કેટ કેપિટલાઇઝેશન ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 408.54 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 406.55 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.99 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને મીડિયા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 22 નુકસાન સાથે બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ ઈન્ડેક્સ 1.71 ટકા અથવા 1108 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.
વધતો અને ઘટતો સ્ટોક
આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો એનર્જી સેક્ટરના શેરમાં જોવા મળ્યો છે. RECના શેર 9.22 ટકા, પાવર ફાઇનાન્સ 5.96 ટકા, ટ્રેન્ટ 5.37 ટકા, ચોલા ઇન્વેસ્ટમેન્ટ 9.08 ટકા, ડાબર ઇન્ડિયા 3.46 ટકા, ઇન્ડિગો 3.16 ટકા, ICO 2.69 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે PNB 2.13 ટકા, ગેઇલ 1.94 ટકા, અદાણી એનર્જી 1.16 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.