JanDhan Account: જો તમે જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે જનધન ખાતાધારકોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવાનો લાભ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માહિતીના અભાવે સુવિધાનો લાભ લઈ શકતા નથી. આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ તમે દર મહિને પેન્શન મેળવવાનો લાભ મેળવી શકો છો. જનધન ખાતા ધારકને પણ આ યોજનાનો લાભ મળે છે. કેટલાક જરૂરી દસ્તાવેજો પછી તમે 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે હકદાર થઈ જાવ છો.
નહીં સતાવે વૃદ્ધાવસ્થાની ચિંતા
હકીકતમાં 18 થી 40 વર્ષની વચ્ચેના આર્થિક રીતે નબળા લોકો માનધન યોજનાનો લાભ લઈ શકે છે. જીવનના મહત્ત્વના તબક્કે જ્યારે સભ્યની ઉંમર 60 વર્ષની થાય છે, ત્યારે તમને પેન્શન તરીકે દર મહિને 3 હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે. એટલે કે સરકાર પાત્ર સભ્યોને વાર્ષિક 36 હજાર રૂપિયા આપે છે. સાથે જ આપને જણાવી દઈએ કે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે. સ્ટ્રીટ વેન્ડર્સ, મિડ-ડે મીલ વર્કર્સ, હેડ લોડર, ઈંટ ભઠ્ઠા કામદારો, મોચી, ચીંથરા પીકર્સ, ઘર કામદારો, ધોબી, રિક્ષાચાલકો, ભૂમિહીન મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ છે અરજીની સરળ રીત
જો તમે જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવ્યું છે, તો તમે તેની સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ લઈને શ્રમયોગી માનધન યોજના હેઠળ અરજી કરી શકો છો. સ્કીમમાં જોડાયા પછી તમારે તમારી ઉંમર પ્રમાણે કંઈક રોકાણ કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમે 18 વર્ષના છો, તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજી બાજુ, જો તમારી ઉંમર 30 વર્ષ છે, તો તમારે દર મહિને 100 રૂપિયાનું રોકાણ કરવું ફરજિયાત છે, અને જો તમે 40 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેની પછી તમારી ઉંમર 60 વર્ષની થશે તો તમને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે.