Retiring Room Book: ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે ટ્રેન ખૂબ મોડી ચાલે છે. આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે તમને માત્ર ટ્રેનમાં જ મુસાફરી કરાવે છે એવું નથી, પરંતુ તેમના સ્ટેશન પર ઘણા લક્ઝુરિયસ રૂમ છે જેમાં તમે આરામ પણ કરી શકો છો. આ 5 સ્ટાર જેવા રૂમ બુક કરવા માટે તમારે માત્ર 40 રૂપિયા ખર્ચવા પડશે. આજે પણ 99 ટકા લોકોને તેના વિશે કોઈ માહિતી નથી, જેના કારણે મોટાભાગના લોકો રેલવેની આ સુવિધાનો લાભ લઈ શકતા નથી.
કેવી રીતે રૂમ બુક કરાવવા ?
સ્ટેશન પર રૂમ બુક કરવા માટે તમારે પહેલા કન્ફર્મ ટિકિટની જરૂર પડશે. તમે જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તેની કન્ફર્મ ટિકિટનો PNR નંબર રેલવે સ્ટેશન પર રૂમ બુક કરવામાં મદદ કરશે. આ રૂમ બુક કરવા માટે તમારે આ રેલવે વેબસાઇટ (https://www.rr.irctctourism.com/#/home) ની મુલાકાત લેવી પડશે. અહીં તમને તમારી અનુકૂળતા મુજબ એસી અને નોન એસી બંને રૂમ મળશે. જો કે, આ સુવિધા મોટાભાગે ઠંડીની સિઝનમાં મુસાફરોને આપવામાં આવે છે, કારણ કે ઠંડીની સિઝનમાં ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો મોડી ચાલે છે.
કેટલો આવશે ખર્ચ ?
રેલવે સ્ટેશન પર આ રૂમની સુવિધા મેળવવા માટે તમારે માત્ર 20 રૂપિયા થી 40 રૂપિયા ખર્ચવા પડશે. સામાન્ય ટિકિટ ધારકો પણ આ રેલવે સુવિધાનો લાભ લઈ શકશે. જો કે, તમારી મુસાફરી 500 કિલોમીટરથી વધુની હોવી જોઈએ. સુવિધાનો લાભ વહેલા તે પહેલાના ધોરણે નક્કી કરવામાં આવે છે. તેની સાથે તમે સ્ટેશનના આ રૂમમાં આખા 2 દિવસ એટલે કે 48 કલાક સુધી કોઈપણ અવરોધ વિના રહી શકો છો. આપને જણાવી દઈએ કે, મોટા ભાગના મોટા સ્ટેશનો પર તમને આ રિટાયરિંગ રૂમ મળે છે.