સુરતમાં આત્મનિર્ભર મહિલા અંતર્ગત પાખી સોશ્યલ વેલ્ફેર સોસાયટી અને ડેવલપમેન્ટ કમિશનર, હસ્તકલા મંત્રાલય, કાપડ મંત્રાલય, ભારત સરકાર, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે દસ દિવસ સુધી એક્ઝિબિશન યોજાશે. જેમાં મહિલાઓએ પોતાની કળાથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી આવક મેળવી પગભર થશે.
મહિલાઓ અત્યારે પુરુષ સમોવડી બની છે. સાથે જ અનેક મહિલાઓ છે જે પોતાના વ્યવસાયથી ખૂબ આગળ વધી છે. તેવીજ રીતે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર મહિલા અંતર્ગત ગ્રાન્ટ આપવામાં અર્પણ આવી છે. જેના થકી 25 જેટલી મહિલાઓ એક સાથે સ્ટોલ લગાવી પોતાના નવા રોજગારની શરૂઆત કરે છે. ખાસ કરીને મહિલાઓ પોતાની અંદર અનેક શુસુપ્ત કળા હોય છે જે બહાર લાવવામાં આવી રહી છે.
જો તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેના થકી તે વ્યવસાય શરૂ કરી પોતાના પગભર થઈ શકે છે. આજ હેતુથી સુરત શહેરના કૃષિ મંગલ ભવન, અઠવાગેટ, સુરત ખાતે થીમ આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન હસ્તકલા મદદનીશ નિયામક ગિરીશકુમાર સિંઘલ દ્વારા સંસ્થાના સચિવ સ્મિતા ખેંગાર અને અતિથિ વિશેષ રૂપલ શાહની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં ચંદેરી સાડીઓ, જ્યુટ ક્રાફ્ટ, બીડ્સ ક્રાફ્ટ, એમ્બ્રોઈડરી ક્રાફ્ટ, જ્વેલરી, પેઈન્ટિંગ, વુડન જ્વેલરી, ઝરી જરદોસી ક્રાફ્ટ, ડ્રાય ફ્લાવર ક્રાફ્ટ વિવિધ રાજ્યોના કુશળ હસ્તકલા કારીગરો દ્વારા પ્રદર્શિત અને વેચાણ કરવામાં આવી રહ્યા છે. સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને મહિલા કલાકારોને વધુમાં વધુ તકો મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમનો વિશ્વાસ જગાવવા માટેનો આ પ્રયત્ન છે. હોલની અંદર જેટલા પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે તે તમામ મહિલાઓએ પોતાની જાતે બનાવી અને વહેંચાણ અર્થે મૂક્યા છે. દસ દિવસ ચાલનારા આ વેચાણ કેન્દ્રો પરથી મહિલાઓ પોતાની જાતે પોતાની જ વસ્તુઓ અને કળા થકી આવક મેળવી રહી છે. જે પ્રકારે મહિલાઓ આત્મનિર્ભર બની અને પોતાના બિઝનેસને વધુ આગળ લાવી રહી છે. તેનાથી તેમનો આત્મા વિશ્વાસ ચોક્કસ વધશે અને પોતાના બિઝનેસનો ગ્રોથ વધુને વધુ આગળ લાવશે, તેવી આશા જાગી છે.