Business Idea: જો તમે બેરોજગાર છો અથવા તમારી નોકરીથી સંતુષ્ટ નથી, તો તમે નાનો – મોટો બિઝનેસ શરૂ કરીને રૂપિયા કમાઈ શકો છો. પરંતુ ઘણા લોકો રૂપિયાના અભાવે તેઓ ધંધામાં હાથ અજમાવી શકતા નથી. આની પાછળ લોકોની વિચારસરણી એ છે કે બિઝનેસ શરૂ કરવા માટે વધુ મૂડીની જરૂર પડે છે. જો એમ હોય તો આજે અમે તમારા માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ, જેને સાંભળીને તમે આનંદથી ઉછળી જશો. હકિકતમાં, આજે અમે તમને એવા બિઝનેસ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે માત્ર એક લાખ રૂપિયામાં પણ શરૂ કરી શકાય છે. તમે આ બિઝનેસમાંથી દર મહિને તગડી રકમ કમાઈ શકો છો.
ઉનાળામાં રહે છે ખૂબ જ માગ
હકીકતમાં, અમે અહીં આઇસ ક્યુબ ફેક્ટરી ( Ice Cube Factory) ની વાત કરી રહ્યા છીએ. કારણ કે ઉનાળામાં આઇસ ક્યૂબની વધુ માગ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે અત્યારે આ બિઝનેસ શરૂ કરી દો છો, તો તમે ઉનાળાની સીઝન દરમિયાન મોટી કમાણી કરી શકો છો. તમે આ ફેક્ટરી ગામ કે શહેરમાં ગમે ત્યાં શરૂ કરી શકો છો. ઉનાળામાં આઇસ ક્યુબ્સની એટલી ડિમાન્ડ હોય છે કે તમે શેરીઓની દુકાનો પર પણ આઇસ ક્યુબ્સ વેચાતી દેખાશે.
કેવી રીતે શરૂઆત કરવી
આઇસ ક્યુબ ફેક્ટરી શરૂ કરવા માટે તમારે પહેલા તમારા સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરવો આવશ્યક છે. અહીં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેના પછી તમારે ક્યુબ ફેક્ટરી માટે એક મોટું ફ્રીઝર, વીજળી કનેક્શન અને પાણીની જરૂર પડશે. શરૂઆતમાં, આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ફક્ત એક લાખ રૂપિયાની જરૂર પડશે. કારણ કે તમને 50 હજાર રૂપિયામાં ડીપ ફ્રીઝર મળી જશે. જો કે, તમારે અન્ય સાધનોની પણ જરૂર પડશે, પરંતુ તે એટલા ખર્ચાળ નહીં હોય. જો કે, આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે પ્રોપર માર્કેટ રિસર્ચ કરવું જોઈએ. આ બિઝનેસ શરૂ કરીને તમે 30 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જ્યારે લગ્નની સિઝનમાં તમે 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.