વિન્ડફોલ ટેક્સ સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 7100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 6700 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક થયેલા વધારાને કારણે પહેલી જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો.
ભારત સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. 6,700 પ્રતિ ટન કર્યો છે. અગાઉ તે 7,100 રૂપિયા પ્રતિ ટન હતો. આ સિવાય ડીઝલ પર નિકાસ ડ્યૂટી 5.50 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 6 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
આ સિવાય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ પર નિકાસ ડ્યૂટી 2 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 4 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. નવા ટેક્સ દરો 2 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.
આની શું અસર થશે?
સરકાર દ્વારા દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક થયેલા વધારાને કારણે 1 જુલાઈ 2022ના રોજ સરકાર દ્વારા ઓઈલ કંપનીઓ પર સૌપ્રથમ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો.
તે નિકાસ કરાયેલા પેટ્રોલ અને ડીઝલની સાથે એટીએફ અને સ્થાનિક ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર લાદવામાં આવે છે . સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેની કોઈ અસર નથી. જોકે, ONGC અને પેટ્રોલ-ડીઝલ નિકાસ કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે જેવી ક્રૂડ ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર તેની અસર જોવા મળે છે.
સરકારે પહેલીવાર કેટલો વિન્ડફોલ ટેક્સ લાદ્યો?
ગયા વર્ષે પહેલી જુલાઈએ સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. તે સમયે નિકાસ કરાયેલા પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી.
કાચા તેલની કિંમત
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 88 ડોલરની આસપાસ રહે છે. ઓપેક દેશો દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં સતત ઘટાડો થવાને કારણે કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.