આ વર્ષે ભારતમાં SUV સેગમેન્ટમાં એક કરતાં વધુ નવી કાર લોન્ચ થવા જઈ રહી છે, જેમાં નેક્સ્ટ જનરેશન મારુતિ બ્રેઝા, અપડેટેડ XL6, Kia Seltos ફેસલિફ્ટ તેમજ Creta અને Venueના ફેસલિફ્ટેડ મોડલ્સનો સમાવેશ થાય છે. આ બધા સાથે, બીજી SUV તેના નેક્સ્ટ જનરેશન અવતારમાં આવી રહી છે, જેનો ક્રેટાના લોન્ચિંગ પહેલા ભારે ક્રેઝ હતો. હા, અમે રેનો ડસ્ટર વિશે વાત કરી રહ્યા છીએ, જે તેના પાવરફુલ લુક અને ફીચર્સ સાથે લોકોની ફેવરિટ એસયુવી હતી. પરંતુ સમય જતાં તેની અસર ઓછી થતી ગઈ.હવે કંપની આગામી દિવસોમાં તેનું અપડેટેડ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે ઘણા નવા લુકની સાથે સાથે વધુ સારી પાવર અને ફીચર્સથી સજ્જ હશે.
ફ્રેન્ચ કાર કંપની રેનોએ વર્ષ 2012માં ભારતીય બજારમાં ડસ્ટર રજૂ કર્યું હતું અને શરૂઆતના કેટલાક વર્ષો દરમિયાન આ SUVનું બમ્પર વેચાણ થયું હતું. હવે 10 વર્ષ પછી તેને અપડેટ કરવાની વાત છે. નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટરને CMF-B મોડ્યુલર પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવશે. આ ખાસ SUVમાં વધુ શક્તિશાળી ચેસિસની સાથે સલામતી અને આરામ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ SUVને હાઇબ્રિડ પાવરટ્રેન સાથે ઓફર કરી શકાય છે.નવી ડસ્ટર કંપનીની આગામી 7 સીટર એસયુવી ડેસિયા બિગસ્ટરથી ભારે પ્રેરિત હશે.