Crypto Currency ખરીદી માટે જરૂરી નિયમો અને પગલાં
Crypto Currency : ભારતમાં, ક્રિપ્ટોમાંથી થતી કમાણી પર 30% ટેક્સ વસૂલવામાં આવે છે અને દરેક મોટા વ્યવહાર પર 1% TDS પણ કાપવામાં આવે છે. તેથી, ITR માં તમારી આવક યોગ્ય રીતે દર્શાવવી મહત્વપૂર્ણ છે. જો તમે પણ ક્રિપ્ટો કરન્સીમાં હાથ અજમાવવા માંગતા હો, તો અમે તમને તેના વિશે અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ.
Crypto Currency : ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કાનૂની છે, પરંતુ તેના માટે કેટલાક જરૂરી નિયમો અને સાવચેતીઓ સમજવી ખૂબ મહત્વની છે.
ક્રિપ્ટોકરન્સીને હજી સુધી ભારતમાં કાનૂની મુદ્રા (લીગલ ટેન્ડર) તરીકે માન્યતા મળી નથી. એટલે કે, તમે ક્રિપ્ટો દ્વારા દુકાન કે ઓનલાઇન સામાન ખરીદી શકતા નથી, પરંતુ તેને ડિજિટલ એસેટ તરીકે ખરીદવું-વેચવું સંપૂર્ણ રીતે કાનૂની છે.
ક્રિપ્ટોકરન્સી કેવી રીતે ખરીદી શકાય?
સૌપ્રથમ, તમને એક વિશ્વસનીય ક્રિપ્ટો એક્સચેન્જ પસંદ કરવી જોઈએ. ભારતમાં CoinDCX, WazirX જેવા પ્લેટફોર્મ ખુબજ લોકપ્રિય છે. કેટલાક આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ જેવા Binance અને Kraken પણ ભારતીય વપરાશકર્તાઓને INR માં ટ્રેડિંગની સુવિધા આપે છે.
એક્સચેન્જ પસંદ કરતી વખતે એ ધ્યાનમાં લેવું જરૂરી છે કે તે સુરક્ષાના દૃષ્ટિકોણથી કેટલું મજબૂત છે, તેમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન છે કે નહીં, ફંડ્સ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે કે કેમ અને તેની અગાઉની કામગીરી કેવી રહી છે.
ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે જરૂરી દસ્તાવેજો
એકાઉન્ટ ખોલવા માટે KYC જરૂરી હોય છે. આ માટે તમારે આધાર કાર્ડ, પેન કાર્ડ અને બેંક વિગતો આપવી પડશે. એકાઉન્ટ વેરિફિકેશન બાદ તમે બેંક એકાઉન્ટ અથવા UPI દ્વારા તમારા વૉલેટમાં રૂપિયા જમા કરી શકો છો.
ક્રિપ્ટો ખરીદવા માટે તમારે એક્સચેન્જના એપ અથવા વેબસાઇટ પર જઈને ઓર્ડર કરવો પડે છે. તમે માર્કેટ ઓર્ડર આપી શકો છો, જેમાં તરત જ હાલના દર પર ખરીદી થાય છે, અથવા લિમિટ ઓર્ડર આપી શકો છો, જેમાં તમે નિર્ધારિત દર પર ખરીદ કરો છો.
ક્રિપ્ટોમાં રોકાણ કરતા પહેલા આ કામ કરવું જરૂરી
ક્રિપ્ટોમાં રોકાણ કરતા પહેલા તે કૉઇનની ટેકનોલોજી, ટીમ અને માર્કેટ ટ્રેન્ડ્સ વિશે સારી રીતે સંશોધન કરવું જરૂરી છે. સાથે સાથે તમારે આ પણ નક્કી કરવું પડે કે તમે ખરીદી કરેલી ક્રિપ્ટોને ક્યાં સ્ટોર કરશો.
ડિજિટલ વૉલેટ બે પ્રકારના હોય છે: હોટ વૉલેટ (ઈન્ટરનેટ સાથે જોડાયેલ) અને કોલ્ડ વૉલેટ (હાર્ડવેર ડિવાઇસ, જેમ કે Ledger અથવા Trezor). લાંબા ગાળાના રોકાણ માટે લોકો વધારે કોલ્ડ વૉલેટનો ઉપયોગ કરે છે, કારણ કે તે વધારે સુરક્ષિત હોય છે.
ક્રિપ્ટોકરન્સી પર કેટલો છે ટેક્સ?
ભારતમાં ક્રિપ્ટો પરથી થયેલી આવક પર 30% ટેક્સ લાગેછે અને દરેક મોટા ટ્રાન્ઝેક્શન પર 1% TDS પણ કપાય છે. તેથી પોતાની આવકને ITRમાં યોગ્ય રીતે દર્શાવવી ખુબ જ જરૂરી છે.
આખરે, યાદ રાખજો કે ક્રિપ્ટોકરન્સીનો ભાવ ખૂબ જ ઝડપથી ઊંચ-નીચ થાય છે. તેથી એટલો જ પૈસા રોકાણ કરો જે તમે ગુમાવવાની શક્તિ ધરાવો છો. કોઈપણ સ્કીમના લોભમાં ન આવો અને દરેક પગલાં પર પૂરતી માહિતી મેળવો. યોગ્ય સંશોધન અને સાવચેતીઓ સાથે તમે ક્રિપ્ટોમાં સમજદારીથી રોકાણ કરી શકો છો.