Share Market બેન્કિંગ સ્ટોક્સમાં ઉછાળો તો ઓટો અને ફાઇનાન્સ શેરોમાં ઘટાડો
Share Market મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત નરમાઈ સાથે થઈ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવના કારણે વૈશ્વિક બજારોમાં સંકોચ જોવા મળ્યો છે, જેનો સીધો અસર સ્થાનિક શેરબજાર પર પણ પડ્યો છે.
સવારના ટ્રેડિંગ દરમિયાન BSE સેન્સેક્સ 202.10 પોઈન્ટ ઘટીને 81,594.05 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 68 પોઈન્ટ ઘટીને 24,878.50 પર ટ્રેડ કરતી જોવા મળી હતી. શેરબજારમાં ખુલાસાની શરૂઆત જ નરમાઇ સાથે થઈ, અને એકંદર નેગેટિવ ભાવના છવાઈ હતી.
બેંકિંગ શેરોએ નબળા માર્કેટને થોડી રાહત આપી
સકારાત્મક દ્રષ્ટિએ જોવામાં આવે તો કેટલીક બેન્કિંગ કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, NTPC, SBI અને ICICI બેંકે શરૂઆતના વેપારમાં નફો દર્શાવ્યો હતો. આ શેરોએ બજારના મૂડને થોડું સધારવા માટે મદદરૂપ થયાં હતાં. ખાસ કરીને SBI અને NTPC જેવા પબ્લિક સેક્ટર શેરોએ પોઝિટિવ બાયિંગ આકર્ષ્યું.
ONGC, ટાટા મોટર્સ જેવા મોટી કંપનીઓના શેરોમાં ઘટાડો
બીજી બાજુ, કેટલીક મોટી કંપનીઓના શેરોમાં દબાણ જોવા મળ્યું. ONGC, ટાટા મોટર્સ, ટાઇટન કંપની, ટ્રેન્ટ અને બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક્સે નકારાત્મક વલણ દર્શાવ્યું. આ શેરોમાં રોકાણકારોએ વેચવાલી દાખવી હતી, જેનાથી બજાર પર નબળાઈ છવાઈ હતી. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની તણાવભરી સ્થિતિ ઓઇલ અને એનર્જી સેક્ટર માટે વધુ સંવેદનશીલ બની રહી છે.
વિશ્વ રાજકારણના ઘા ભારતીય બજાર પર સ્પષ્ટ
વિશ્વ રાજકીય તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુદ્ધ સંભાવનાઓ, ઇન્વેસ્ટર્સ માટે અણધાર્યા જોખમ સમાન છે. આવા સમયે રોકાણકારો વધુ સાવચેતીથી અને રક્ષણાત્મક વ્યૂહરચનાથી કામ લે છે. આગળ ચાલી ને, જો ઇઝરાયલ-ઈરાન તણાવ વધુ વિકરાળ બની રહે, તો તે ભારતીય બજાર માટે પણ વધુ દબાણ ઊભું કરી શકે છે.