Stock Market: સત્ર દરમિયાન, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ, નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ લીલા રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
છેલ્લા સત્રમાં લાલ નિશાનમાં બંધ થયા બાદ સ્થાનિક શેરબજારે ગુરુવારે પુનરાગમન કર્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ આજે સવારે 9.32 વાગ્યે 303.62 પોઈન્ટના વધારા સાથે 73290.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 91.75 પોઈન્ટના ઉછાળા સાથે 22292.30 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, બુધવારે સેન્સેક્સ 118 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઘટાડા સાથે 72,987.03 પર બંધ થયો હતો. શેરબજારની મજબૂત શરૂઆતના કારણે સેક્ટરલ ઈન્ડાયસિસમાં પણ તેજી જોવા મળી હતી.
આ ઇન્ડેક્સ પણ મજબૂત
આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સ, નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ, નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મની કંટ્રોલ અનુસાર, BSE ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ અને BSE કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો.