Electoral Bond: ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ ચૂંટણી બોન્ડનો ઉપયોગ કરીને રાજકીય પક્ષોને ત્રીજું સૌથી મોટું દાન આપનાર હતું. ક્વિક સપ્લાય એ ઓછી જાણીતી કંપની છે જેનું ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC), નવી મુંબઈમાં નોંધાયેલ સરનામું છે અને તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે. તેણે નાણાકીય વર્ષ 2021-22 અને 2023-24 વચ્ચે રૂ. 410 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. જો કે, રિલાયન્સે કહ્યું કે આ કંપની રિલાયન્સના કોઈપણ યુનિટની પેટાકંપની નથી.
ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી માહિતી અનુસાર, ક્વિક સપ્લાય દ્વારા ચૂંટણી બોન્ડની ખરીદી અને દાન અન્ય ઓછી જાણીતી લોટરી કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ (રૂ. 1,368 કરોડ) અને હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા (રૂ. 966 કરોડ રૂપિયા) સામેલ હતા.
સાર્વજનિક રૂપે પ્રાપ્ત માહિતી વેરહાઉસ અને સંગ્રહ એકમોના ઉત્પાદક તરીકે ક્વિક સપ્લાયનું વર્ણન કરે છે. બિનસૂચિબદ્ધ ખાનગી કંપની રૂ. 130.99 કરોડની અધિકૃત શેર મૂડી સાથે 9 નવેમ્બર 2000ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. તેની ચૂકવેલ મૂડી રૂ. 129.99 કરોડ છે. એપ્રિલ 2022 થી માર્ચ 2023 સુધીમાં કંપનીની આવક 500 કરોડ રૂપિયાથી વધુ હતી. જોકે નફાનો આંકડો જાણી શકાયો નથી.