Elon Musk: ટેસ્લાના CEO એલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક ચૂંટણી સમયે 21-22 એપ્રિલ 2024માં બે દિવસ માટે ભારત આવવાના હતા. 20 એપ્રિલે મસ્કની મુલાકાત મુલતવી રાખવાની માહિતી મળી હતી. ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની ચર્ચા કરવાની પણ યોજના હતી. પણ મોદીને છોડીને તેઓ ચીન પહોંચી ગયા હતા. જ્યાં ટેસ્લાનો વીશ્વનો સૌથી મોટો પ્લાંટ છે. ભારતના વડા પ્રધાન વિશ્વના સૌથી મોટા ધનપતિને મળવા માંગતા હતા જ્યારે ચીનમાં મસ્ક એક સામાન્ય અધિકારીની સાથે મુલાકાત કરી હતી.મોદી મસ્કને મળીને ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા હતા
ટેસ્લાના CEO મસ્કએ ભારતની મુલાકાત કેમ મુલતવી રાખી છે તેનું કારણ ત્યારે બહાર આવ્યું ન હતું. પણ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે એલન હવે ભારતમાં ધંધો કરવા માંગતા નથી. ચીનને પસંદ કરે તેવી શક્યતા છે.
10 એપ્રિલના રોજ, એલોન મસ્કએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે તે પીએમ મોદીને મળવા માંગે છે. મસ્ક થોડા દિવસો પછી ભારત આવવાના હતા. તેઓ એવા સમયે ભારત આવી રહ્યા હતા જ્યારે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી હતી. વિદેશી કંપનીને ભારતમાં લાવીને ‘મેક ઇન ઇન્ડિયા’નું ઢોંગી સૂત્ર મોદી અમલી બનાવવા માંગતા હતા. ઇલેક્ટ્રિક કાર કંપનીઓને છૂટ આપવા માંગતા હતા.
મસ્ક ભારતમાં 2-3 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે
2023ના જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકા ગયા હતા ત્યારે તેઓ મસ્કને મળ્યા હતા. તેણે તે સમયે પીએમને કહ્યું હતું કે તે ભારતીય બજારમાં પ્રવેશવા માંગે છે.
આ મહિનામાં ગુજરાતમાં ટેસ્લા ઈન્ડિયા પ્લાંટ સ્થાપી શકે એવી હવા ફેલાવવામાં આવી હતી.
દુનિયાના સૌથી ધનપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, તેઓ પીએમ મોદીને મળવા માટે ઉત્સુક છે.
22 એપ્રિલના સપ્તાહમાં નવી દિલ્હીમાં મોદીને મળવાના હતા.
તેમ કરીને મતદાનને પ્રભાવિત કરી શકે તેમ હતા.
આ અગાઉના અઠવાડિયે X પર કહ્યું હતું કે, “ભારતમાં પણ ટેસ્લા ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ જેમ કે, દરેક દેશમાં ઇલેક્ટ્રિક કાર છે. “ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવું એ એક સ્વાભાવિક પ્રગતિ છે.”
યુએસ અને ચાઈનીઝ માર્કેટમાં ઈવીની ધીમી માંગ છે.
ભારતનું EV બજાર
2023 કારના વેચાણમાં EVs નો હિસ્સો માત્ર 2% હતો. પરંતુ સરકારે 2030 સુધીમાં તેનુ 30 ટકાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ટેસ્લા કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે.
થોડા દિવસ પહેલા ટેસ્લાએ ભારતમાં 2 અબજ અમેરિકન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
આ પહેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2024માં એલોન મસ્ક હાજર રહેશે.
એલોન મસ્ક ગુજરાત સમિટમાં હાજર રહી શક્યા ન હતા. ત્યારે ફરી ટેસ્લા ઈન્ડિયા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની આશા જીવંત બની છે.
ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્ય સરકારે ટેસ્લા પ્લાન્ટ માટે સાણંદ, ધોલેરા અને બેચરાજી સહિત અનેક સ્થળોને સંભવિત સ્થળો તરીકે સૂચવ્યા છે. સરકારનું સત્તાવાર વલણ એ છે કે ઇવીની આયાત પર કોઈ સબસિડી આપવામાં આવશે નહીં.
ટેસ્લાને 15-20 ટકાની કન્સેશનલ ઇમ્પોર્ટ ડ્યુટી આપવામાં આવે એવી શક્યતા હતા.
ડિસેમ્બર 2023 દરમિયાન, IIM નાગપુરમાં ગડકરીએ કહ્યું હતુ કે, કંપની કદાચ ભારતમાં ફેક્ટરી ખોલશે. તેમણે કહ્યું કે, અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ, આ શક્ય નથી. અમે તેમના માટે અહીં ઉત્પાદન કરવા માટે ખુલ્લા છીએ.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે, જો કે આ અંગે ટૂંક સમયમાં આધિકારિત જાહેરાત કરવામાં આવશે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધ્યમો સમક્ષ એક નિવેદન પણ આપ્યું કે અનેક કંપનીઓ ચીનમાંથી ખસીને ગુજરાતમાં આવવા માટે સરકારના સંપર્કમાં છે. રાજ્ય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે અને ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવાઈ છે. ઈલેક્ટ્રિક કાર મેકર્સમાં દુનિયામાં જાણીતું નામ ધરાવતી ટેસ્લા ભારતના બેંગલુરુમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે તેની રજિસ્ટર્ડ ઓફિસ બનાવી ચૂકી છે.
વિશ્વભરના સેમિકન્ડક્ટર ચિપ, ફેબ ડિસ્પ્લે, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ નિષ્ણાતો ગાંધીનગરમાં આવવાના હતા. જેમાં અમેરિકાની માઇક્રોન, સેમસંગ, ડેલ, ટેસ્લા, એપલ, લાવા, કેડેન્સ, ટ્રાન્સફોર્મ , ક્વોલકોમ ગ્રાન્ટવૂડ ટેકનોલોજી, એનવિડીયા, વોલ્ફસ્પીડ હાજર રહેવાના હતા.
ટેસ્લાના CEO એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.
પ્રસિદ્ધ કાર ઉત્પાદક કંપની ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપી શકે છે. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યું છે. વાંચો ટેસ્લા વિશે શું કહે છે અને શું માને છે રાજ્ય સરકાર.
ગુજરાતમાં ટેસ્લા કંપની પોતાનું યુનિટ શરુ કરે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જો કે કોઈ સત્તાવાર અને નક્કર પરિણામો હજૂ સુધી આવ્યા નથી. રાજ્ય સરકાર જોર શોરથી વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ કરી રહી છે. આ સંજોગોમાં વાયબ્રન્ટમાં એલન મસ્કને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે રાજ્ય સરકાર ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપે તે માટે આશાવાદી છે.
રાજ્ય સરકાર આશાવાદીઃ ગુજરાતમાં ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ સ્થાપે તો અનેક રોજગારની તકો ઊભી થાય તેવું છે. ગુજરાત માટે ટેસ્લાનું યુનિટ અતિ મહત્વનું છે. આ સંદર્ભે રાજ્ય સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા છે. જો કે ટેસ્લા અને ગુજરાત સંદર્ભે જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે. વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં ટેસ્લાના પ્રોડક્શન યુનિટ વિશે કંઈક જાહેરાત થવાની પૂરી શક્યતા છે. દેશમાં ઓછામાં ઓછા 2 અબજ ડોલરનું પ્રારંભિક રોકાણ અપેક્ષિત છે.
કેન્દ્ર સરકાર ગુજરાત માટે પ્રયત્નશીલઃ ગુજરાત સરકારે ટેસ્લા રાજ્યમાં યુનિટ સ્થાપે તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જો કે કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું. ટેસ્લા કંપનીએ ભારતમાં જ્યારે સર્વ કર્યો ત્યારે મહારાષ્ટ્ર અને તમિલનાડુ રાજ્યો સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં જમીન માટે સર્વે કર્યો હતો. આમ ટેસ્લા મુદ્દે ગુજરાતની સીધી ટક્કર મહારાષ્ટ્ર અને તમિલનાડુ સાથે છે. કેન્દ્ર સરકાર પણ ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપે તે માટે કંપની સાથે બેઠક કરી રહી છે.
ટેસ્લાના એલન મસ્કની પ્રથમ પસંદ ગુજરાત હોઈ શકે છે અને રાજ્યમાં ટેસ્લા પ્રોડક્શન યુનિટ પણ સ્થાપી શકે છે. વાયબ્રન્ટ સમિટમાં ટેસ્લા સંદર્ભે મહત્વની જાહેરાત થઈ શકે છે
મહિને 2 લાખ ઈ વાહનો ટેસ્લા બનાવે છે. મોટાભાગની ડિલિવરી શાંઘાઈ ગીગાફેક્ટરીમાં ઉત્પાદિત વાહનોમાંથી આવે છે. 40 હજાર ડોલરની એક કાર આવે છે. તેઓ ભાવ ઘટાડી રહ્યાં છે.
ભારતમાં ઈવી વાહનોનું વેચાણ 2023માં 1.5 મિલિયન – 15 લાખ કારનું હતું. જે આગલા વર્ષ કરતાં 50 ટકા વધારે હતું. 2024માં 1.67 મીલીયન – 16 લાખ 70 હજાર થાય તેવી ધારણા છે. જે 40 ટકા વદારો બતાવે છે.
ખરેખર તો દર વર્ષે 500 ટકાનો વધારો 10 વર્ષ સુધી થાય તો જ ક્રાંતિ થઈ શકે.
- Tata Panch EVરૂ. 10.99 લાખ
- MG Comet EV રૂ. 6.99 લાખ
- Tata Nection EV રૂ. 14.49 લાખ ભાવ છે.
ટેસ્લા આવતા વર્ષના અંત સુધીમાં તેના હ્યુમનોઇડ ઓપ્ટીમસ રોબોટનું વેચાણ શરૂ કરી શકે છે.
ટેસ્લાના CEO એલોન મસ્ક રવિવારે ચીન પહોંચ્યા હતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના બદલે તે ચીન ગયા હતા.
ટેસ્લા એકમોના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે.
મસ્ક ચીનના સરકારી અધિકારીઓ સાથે સ્વ-ડ્રાઇવિંગ સોફ્ટવેરના રોલઆઉટ અને વિદેશમાં ડેટા ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે ચર્ચા કરવાના હતા.
નવી દિલ્હીએ ગયા મહિને ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી હતી. આ નીતિ મુખ્યત્વે ટેસલાને ધ્યાનમાં લઈને બનાવી હોવાનું માનવામાં આવે છે.
ટેસ્લા તેનો વૈશ્વિક સ્તરે સૌથી મોટો પ્લાન્ટ શાંઘાઈમાં ચલાવે છે.
ટેસ્લાએ એક દાયકા પહેલા બજારમાં પ્રવેશ કર્યા પછી ચીનમાં 1.7 મિલિયનથી વધુ કાર વેચી છે. ચીન ટેસ્લા માટે પણ મહત્વનું છે કારણ કે તે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપને તેની કાર સપ્લાય કરે છે.
બેઇજિંગ ઓટો શો ચાલી રહ્યો છે.
ચાઇના કાઉન્સિલના વડા એવા સરકારી અધિકારી રેન હોંગબિન સાથે મળ્યા હતા. ભારતમાં વડાપ્રધાન સામેથી મળવા મસ્ક પાસે ગયા હતા. અને ભારતમાં પણ મોદી જ મળવાના હતા. જે દેશના વડા માટે કોઈ રીતે યોગ્ય ન કહેવાય.
વળી, મસ્કની ભારત મુલાકાત પહેલા, ઈવી કાર નીતિ જાહેર કરવા માટે મસ્કની કંપનીને ધ્યાનમાં રખાઈ હતી.
20 એપ્રિલે ભારતની મુલાકાત મુલતવી રાખી તેના થોડા કલાકો પછી, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારત મોટી કંપનીઓ રોકાણ માટે ભારત તરફ આકર્ષાય છે. ચીનની આસપાસના ઉદ્યોગો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને .
કેન્દ્રએ પાંચ વર્ષ માટે સંયુક્ત કિંમત, વીમો, ઇલેક્ટ્રિક કાર માટે આયાત ડ્યૂટી 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે. જે ટેસ્લાએ પ્રવેશ માટેની મુખ્ય શરત છે. પણ મસ્ક ખો આપીને ચીન જતાં રહ્યાં હતા.
મોદીને સૌથી વધારે ચૂંટણી ફંડ આપનારી મેઘા એન્જિનિયરીંગ કંપની સાથે ભાગીદારીમાં 1 બિલિયન ડોલરનો EV પ્લાન્ટ બનાવવાનો હતો.
90 ટકા તેલ ભારતે આયાત કરવું પડે છે. જેમાં ઈવી કાર વધે તે અત્યંત મહત્વનું છે.
ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક બેઇજિંગની અઘોષિત મુલાકાતે ચીનના નંબર 2 અધિકારીને મળ્યા હતી.
ચાઇનીઝ કાર નિર્માતાઓ 25 એપ્રિલથી 5 મે દરમિયાન બેઇજિંગ મોટર શોમાં તેમના નવીનતમ ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરી રહ્યા છે. ચીની કાર નિર્માતાઓ ઇલેક્ટ્રિક વાહનો બતાવે છે જે ટેસ્લાના મોડલ્સ સાથે સીધી સ્પર્ધા કરે છે.
ત્યારે ચાઇનીઝ પ્રીમિયર લી ક્વિઆંગ સાથે મસ્કની મુલાકાત થઈ છે.
મસ્કે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ નંબર 2 એક્ઝિક્યુટિવને મળવા માટે “સન્માનિત” હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારતની નિર્ધારિત મુલાકાત રદ કર્યાના એક અઠવાડિયા પછી આવી છે.
ટેસ્લા યુએસની બહાર શાંઘાઈમાં તેનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છે, જ્યાં તેના લગભગ અડધા વાહનોનું ઉત્પાદન થાય છે. ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ચાઈનીઝ બ્રાન્ડ્સની સખત હરીફાઈને કારણે ધીમા વેચાણ સાથે સંઘર્ષ કરી રહી છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટેસ્લાની વાહનનું વેચાણ 8.5 ટકા ઘટી ગયું છે. જુલાઈથી તેના શેરના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો હતો.
કંપનીએ ગયા અઠવાડિયે પ્રથમ ક્વાર્ટરમાં $1.1 બિલિયનનો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉ $2.51 બિલિયન હતો.
મસ્ક વૈશ્વિક કર્મચારીઓના 10 ટકાથી વધુની છટણી કરશે.
ચાઇનીઝ ઓટો જાયન્ટ BYD એ 2023 ના છેલ્લા ત્રણ મહિનામાં વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે ટેસ્લાને પાછળ છોડી દીધી હતી.
મસ્ક તાજેતરના વર્ષોમાં ચીનની અનેક યાત્રાઓ કરી ચૂક્યા છે. છેલ્લે જૂનમાં ગયા હતા.
એલોન મસ્કની ઓચિંતી ચીન મુલાકાત
ટેસ્લાના સીઇઓએ બેઇજિંગમાં પ્રીમિયર લી ક્વિઆંગ સાથે મુલાકાત કરી, જે દરમિયાન લીએ મસ્કને કહ્યું કે ચીનમાં ટેસ્લાના વિકાસને યુએસ-ચીન આર્થિક અને વેપાર સહયોગનું સફળ ઉદાહરણ ગણી શકાય.
મસ્ક સંપૂર્ણ સ્વ-ડ્રાઇવિંગ સોફ્ટવેરના રોલઆઉટ અને વિદેશમાં ડેટા ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે ચર્ચા કરી હતી.
4 વર્ષ પહેલાં ઓટોપાયલટ સોફ્ટવેર – ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ અથવા FSD લોન્ચ કર્યું હતું.
મસ્ક સરકારી અધિકારી રેન હોંગબીન સાથે પણ મળ્યા હતા, જેઓ ચાઇના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના વડા છે, બેઇજિંગ ઓટો શોના આયોજક છે.
તમામ કાર ઇલેક્ટ્રિક હશે,” મસ્કએ રાજ્ય મીડિયા સાથે જોડાયેલા એક વપરાશકર્તા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિઓમાં જણાવ્યું હતું.
મસ્કએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ટેસ્લા ચાઇનામાં ગ્રાહકોને “ખૂબ જ જલ્દી” FSD ઉપલબ્ધ કરાવી શકે છે.
Xpeng જેવા હરીફ ચાઇનીઝ ઓટોમેકર્સ સમાન સોફ્ટવેર રજૂ કરીને ટેસ્લા પર આગળ વધવા માંગે છે.
સ્વાયત્ત ડ્રાઇવિંગ ટેક્નોલોજી માટે એલ્ગોરિધમને તાલીમ આપવા માટે દેશમાં એકત્ર કરાયેલ ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવા માટે મંજૂરી મેળવવા માંગે છે. ટેસ્લાએ ડિસેમ્બરમાં નવા ઓટોપાયલોટ સુરક્ષા પગલાં સ્થાપિત કરવા માટે યુ.એસ.માં 2 મિલિયનથી વધુ વાહનોને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.
ઘટી રહેલા વેચાણ અને ચાઇનીઝ કાર સસ્તી મળી રહી છે.