Animal welfare investigation હાથી ભાગ્યાને મહાવતે ભાલો માર્યોને કાન કપાયો દિલીપ પટેલ અમદાવાદ, 3 જુલાઈ 2025 Animal welfare investigation અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ થયા હતા. અમદાવાદમાં વિવાદી જગન્નાથ મંદિરની 148મી રથયાત્રામાં હાથી પર અત્યાચાર થયા અંગે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. 16 હાથીમાંથી એક હાથી અને બે હાથણી હાથી ભાગ્યા હતા. હાથીઓને માર મરાયો હતો. મહાવતના અંકૂશ માટે વપરાતા ભાલા જેવું હથિયાર પણ હતું. પોળની અંદર ભાલાથી હાથીનો કાન વીંધીને ક્રુરતા આચરવામાં આવી હતી. 2 જૂલાઈ 2025ના રોજ આ ઘટના બાદ અમદાવાદ કલેક્ટરે અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની બેઠક બોલાવી હતી. જેમાં હાથીને માર મારવાની ચર્ચા થઈ હતી.…
કવિ: દિલીપ પટેલ
Bharuch Farmer Success Story વિદેશી પાક દેશી ખેતરમાં: ધીરેન દેસાઈનો બ્રાઝિલિયન નારંગીનો બગીચો દિલીપ પટેલ અમદાવાદ, 3 જુલાઈ 2025 Bharuch Farmer Success Story ભરૂચના ખેડૂત ધીરેન્દ્ર દેસાઈ ગુજરાતના પહેલા ખેડૂત છે કે જેમણે નટાલ જાતની નારંગીની ખેતી શરૂ કરી છે. તેમને 30 રાષ્ટ્રીય અને 8 ગુજરાતના પુરસ્કાર મળેલ છે. નટાલ મૂળ બ્રાઝિલની વિશ્વ વિખ્યાત જાત છે. ભારતમાં નવી ટેકનોલોજીથી તે પેદા કરવામાં આવી છે. તેઓ કેળાની ખેતી કરવા માટે તો જાણીતા હતા હવે ઓરેંજની ખેતી કરવા માટે નવા પ્રયોગો કરી રહ્યાં છે. આસામ તથા કુર્ગ વિસ્તારમાં નારંગીનું વાવેતર રોપથી કરવામાં આવતું હતું હવે ગુજરાતમાં તે ફળની ખેતી થઈ રહી છે.…
Marigold Cultivation ગલગોટાની ખેતીથી ગેરંટી નફો: ઓછી મહેનત, વધુ કમાણી દિલીપ પટેલ અમદાવાદ Marigold Cultivation ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે. 25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેતી કરતા હોવાનું અનુમાન છે. મન મહેંકાવતી સુગંધનો દરિયો ફૂલોની ખેતીમાં છે. સરળતાથી ઉપલબ્ધ એક એવું ફૂલ એટલે ગલગોટાનું ફૂલ. ખેતી Marigold Cultivation બારે માસ જો કોઈ ફૂલો મળતા હોય તો તે એક માત્ર ગલગોટા છે. કારણ કે શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ ત્રણ ઋતુમાં ગલગોટાનું ઉત્પાદન લઈ શકાય છે. ગલગોટાને…
BJP AAP scandal: ધારાસભ્ય ઉમેશ મકવાણા વિદ્રોહી કે ગદ્દાર દિલીપ પટેલ અમદાવાદ, BJP AAP scandal: પૂર્વ સાંસદના અંગત મદદનીશ રહેલા બોટાદના ધારાસભ્ય ભાંડા ફોડવામાં હંમેશા આગળ રહે છે. તે લોકોના કામ કરવામાં રસ ઓછો દાખવે છે પણ ભાજપ અને આમ આદમી પક્ષના ભાંડા ફોડમાં વધારે મજબૂત દેખાતા રહ્યા હતા. અગાઉ ઉમેશ મકવાણા ભાજપમાં વિદ્રોહી હતા હવે આપમાં ગદ્દારની ભૂમિકા ભજવી રહ્યા હતા. આમ આદમી પક્ષના કાર્યક્રમોમાં જવાનું તેમણે બંધ કરી દીધુ અને આખરે તેઓ ભાજપમાં પક્ષપલટો કરે તે પહેલા આમ આદમી પક્ષે તેમને પક્ષમાંથી પાણીચુ આપી દીધું હતું. હવે તેઓ આમ આદમી પક્ષના ભાંડાફોડ કરી રહ્યા હતા. BJP AAP scandal:…
Gujarat: અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો મશીન હોલનો ડીઝીટલ મેપ દિલીપ પટેલ અમદાવાદ, 28 જૂન 2025 Gujaratઅમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઈનના મેઇન હોલ તેમજ કેચપીટનો ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે. એક ઢાંકણાની કિંમત થાય એટલે ખર્ચે તેનો નકશો બનાવવામાં ભાજપના સત્તાધીશો ખર્ચ કરશે. ગૂગલ મેપિંગથી ગટરની લાઈનના મેઇન હોલ શોધીને ડેટા તૈયાર કરીને ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે. દરિયાપુર વોર્ડમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે આખા શહેરમાં તેનો અમલ થશે. ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા ગ્લોબલ પોઝિશનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન હોલ્સના…
Shaktisinh Gohil Resignation શક્તિસિંહ ગોહિલએ શા માટે આપ્યું રાજીનામું? પાછળનાં રાજકીય કારણો પર નજર દિલીપ પટેલ અમદાવાદ, 23 જુન 2025 Shaktisinh Gohil Resignation 9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. તેમની નિમણુંક કેમ થઈ હતી તેમના પૂરો ગામી જગદીશ ઠાકોર પર આરોપ હતા કે તેમણે ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ પૈસા લઈને આપી હતી. તેથી તેમની મિલકતો અંગે તપાસ કરવા માટે…
Urbanization in Gujarat 3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર દિલીપ પટેલ અમદાવાદ Urbanization in Gujarat ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી. 8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે 51 ટકા વસ્તી શહેરોની થઈ છે. 2008માં 44 ટકા વધીને 2030માં 66 ટકા વસતી થશે. ગુજરાતના શહેરોમાં 22 વર્ષના ગાળામાં 23 ટકા વસ્તી વધી જશે. ભારત આઝાદ થયું ત્યારે 83% વસતી ગામડામાં રહેતી હતી અને માત્ર 17% વસ્તી શહેરોમાં રહેતી હતી. 2011માં ભારતમાં 40% વસ્તી શહેરોમાં અને 60% લોકો ગામમાં વસતા…
108 Ambulance Service 108ની કામગીરીએ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવાનો પર્દાફાશ કર્યો દિલીપ પટેલ અમદાવાદ 19 જૂન 2025 108 Ambulance Service દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિયતાના કારણે તુરંત રાહત કામગીરી કરી શકાઈ હતી. પણ એ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. ખોટો સાબિત કરે એવી ઘટનાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ નહીં પણ આરોગ્ય વિભાગે સૌથી પહેલા જાણકારી મેળવીને રાહત આપવા 3 મિનિટમાં પહોંચી ગઈ હતી, નહીં કે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ. તુરંત રિસ્પોન્સ આપવામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સદંતર નિષ્ફળ હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ 108…
Ahmedabad: ઉડતી વિમાનો સામે ઊભા ટાવરો: અમદાવાદમાં સુરક્ષા કૌભાંડ Ahmedabad: ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરકાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથક અદાણીને મોદી સરકારે આપી દીધું છે. અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં મોટી જાનહાનિ થયા બાદ સુરક્ષાના ઘણાં છીંડા શોધી કઢાયા છે. અમદાવાદમાં 333 ઈમારતો, ટાવર, વૃક્ષો વિમાનને ઉતરવા અને ચઢવા નડતરૂપ છે. અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે ઉભી કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટ કે જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે વિમાનોના માર્ગ પર 7 મીટર ઊંચી છે. આમ સિવિલ હોસ્ટિલ પોતે વિમાનના ટકરાવ માટે જવાબદાર ઠરી શકે તેમ…
Gujarat: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું 17 જૂને વિશ્વ મગર દિવસ દિલીપ પટેલ Gujarat અમદાવાદ, 17 જૂન 2025 સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1200 મગરોનાં જીવનનો આધાર છે. જેને સરકારે સહાય આપવાની બંધ કરી દીધી અને મગર ઉછેર બંધ કરવાની વન વિભાગને ફરજ પડી છે. વડોદરાની વિશ્વામિત્રી નદી પર ક્રોકોડાયલ પાર્ક બનાવવાની યોજના 2017માં બની હતી. જેના માટે સરકારે રૂ.…