એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તમામ સભ્યો માટે એલર્ટ જારી કરીને કહ્યું કે EPFO ક્યારેય ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા કોઈ સભ્યની અંગત માહિતી માંગતું નથી. આ બધા માધ્યમો દ્વારા ક્યારેય કોઈની સાથે કોઈ અંગત માહિતી શેર કરશો નહીં.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું
EPFOએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે ફેક કોલ અને મેસેજથી સાવધાન રહો. EPFO ક્યારેય ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા સભ્યો પાસેથી કોઈ અંગત માહિતી માંગતું નથી.
આ સાથે EPFOએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘સાવધાન રહો, સાવધાન રહો’, ક્યારેય પણ તમારા UAN/પાસવર્ડ/PAN/આધાર/બેંક ખાતાની વિગતો/OTP અથવા અન્ય કોઈ વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો. કોઈની સાથે શેર કરશો નહીં. EPFO અથવા તેના કર્મચારીઓ ક્યારેય મેસેજ, ફોન, ઈ-મેલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા પર આ વિગતો પૂછતા નથી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો
EPFOએ પોસ્ટરમાં કહ્યું છે કે આવી માહિતી માગતા ફેક કોલ/મેસેજથી સાવધ રહો અને જો કોઈ તમને આવી માહિતી માંગે તો તરત જ પોલીસ/સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરો.
EPFO હેલ્પલાઇનનો સંપર્ક કરો
આ સિવાય, તમે FPFOની PF, પેન્શન અથવા EDLI સ્કીમ વિશે જાણવા માટે EPFO હેલ્પલાઇન 14470 પર કૉલ કરી શકો છો. આ હેલ્પલાઈન સવારે 7 થી 9 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. અંગ્રેજી ઉપરાંત, તમે હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી અને આસામી ભાષામાં પણ માહિતી મેળવી શકો છો.