ટાટા ગ્રુપને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, ટાટા કોફી લિમિટેડ (TCL), ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની TCPL બેવરેજિસ એન્ડ ફૂડ્સ લિમિટેડ (TBFL) વચ્ચેનો મર્જર પ્લાન 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. આ યોજનામાં ટાટા કોફીના પ્લાન્ટેશન બિઝનેસને ટીસીપીએલ બેવરેજીસ એન્ડ ફૂડ્સમાં ડિમર્જ કરવાનો અને બાકીના બિઝનેસને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે મર્જ કરવાનો સમાવેશ થાય છે. ડી-મર્જર હેઠળ બિઝનેસને અલગ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.
ગયા મહિને મંજૂરી મળી
તમને જણાવી દઈએ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની કોલકાતા બેન્ચે ગયા મહિને TCL ને TCPL અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની TCPL બેવરેજિસ એન્ડ ફૂડ્સ (TBFL) સાથે મર્જ કરવાની મંજૂરી આપી હતી.
સ્ટોક પરિસ્થિતિ
વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટાટા ગ્રૂપની બે મોટી કંપનીઓ – ટાટા કોફી લિમિટેડ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો. ટાટા કન્ઝ્યુમરનો શેર 4.30% વધીને રૂ. 1086.80 પર બંધ થયો હતો. તે જ સમયે, ટાટા કોફીનો શેર 4.14% વધીને રૂ. 320.90 પર બંધ થયો હતો.
ટાટા સ્ટીલનું રોકાણ
દરમિયાન, ટાટા સ્ટીલના એકમ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ (TCIL)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપની ઝારખંડના જમશેદપુરમાં વાર્ષિક ત્રણ લાખની ક્ષમતાવાળા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માટે રૂ. 1,785 કરોડનું રોકાણ કરશે. TCILએ જણાવ્યું હતું કે વિસ્તરણ પ્રોજેક્ટ હેઠળ, આ પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આનાથી લગભગ 600 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો મળશે.
“આ ઐતિહાસિક એમઓયુ આશરે રૂ. 1,787 કરોડના રોકાણ સાથે જમશેદપુરમાં વાર્ષિક ત્રણ લાખ ટનની ક્ષમતા (TPA) સાથે અત્યાધુનિક ઉત્પાદન એકમની સ્થાપનાને ચિહ્નિત કરે છે,” TCIL એ એક નિવેદનમાં જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે ટાટા સ્ટીલનો શેર એક ટકા વધીને ટ્રેડિંગના અંતે રૂ.140 પર બંધ થયો હતો.