Gautam Adani: શોર્ટ-સેલર્સ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પગલે અદાણી ગ્રૂપના શેરમાં ગયા વર્ષે ભારે ઘટાડો નોંધાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ અને માર્કેટ રેગ્યુલેટર તરફથી ક્લીનચીટ મળ્યા બાદ ગૌતમ અદાણીએ તેમની ખોવાયેલી મોટાભાગની સંપત્તિ પાછી મેળવી લીધી છે.
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીની સંપત્તિ ફરી એકવાર 100 અબજ ડોલરને પાર કરી ગઈ છે. હિંડનબર્ગ એપિસોડ પછી શેર્સમાં થયેલા જંગી ઘટાડામાંથી રિકવર થતાં અદાણી ગ્રૂપના વડાએ ફરી એકવાર પોતાનું સ્થાન મેળવ્યું છે.