હવે બર્ગર-પિઝાની જેમ મેળવો LPG સીલીન્ડર, 2 કલાકમાં ડિલિવરી, આ શહેરમાં શરૂ થઈ સેવા
ઈન્ડેને જણાવ્યું છે કે કંપનીના એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો IVRS, ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અથવા ઈન્ડિયન ઓઈલ વન એપ દ્વારા ગેસનું બુકિંગ કરાવવા પર આ સુવિધાનો લાભ લઈ શકે છે.
ઇન્ડેનના LPG ગ્રાહકોને નવા સિલિન્ડર માટે વધુ રાહ જોવી પડશે નહીં. કંપનીએ બે કલાકમાં ગેસ વિતરણની સેવા શરૂ કરી છે. આનાથી કંપનીના તે એલપીજી ગ્રાહકોને ઘણો ફાયદો થશે જેમણે ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ઈન્ડેને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે આ તેના પ્રકારની પ્રથમ સેવા છે. જો કે કંપની હાલમાં આ સુવિધા શહેરના પસંદગીના વિતરકોના ગ્રાહકોને આપી રહી છે, પરંતુ આગામી સમયમાં તેના વિસ્તરણથી લગભગ 300 મિલિયન LPG ગ્રાહકોને ફાયદો થશે.
આ જ સમયમાં ડિલિવરી ઉપલબ્ધ થશે
ઈન્ડેને તેને ‘તત્કાલ સેવા’ નામ આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે આ સેવા હેઠળ, ઇન્ડેનના LPG ઉપભોક્તાને બે કલાકની અંદર LPG રિફિલની ખાતરીપૂર્વક ડિલિવરી મળશે. કંપનીએ કહ્યું છે કે આ સુવિધા હવે હૈદરાબાદના પસંદગીના વિતરકોના ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.
વહેલી ડિલિવરી માટે આ ફી ચૂકવવાની રહેશે
ઈન્ડેને ટ્વિટમાં કહ્યું છે કે કંપનીના એલપીજી ગ્રાહકો નજીવા પ્રીમિયમ ચૂકવીને આ સુવિધાનો લાભ લઈ શકે છે. જોકે, કંપનીએ આ નજીવી ફી કેટલી હશે તે ચોક્કસ જણાવ્યું નથી.
આ રીતે તમે સિલિન્ડર બુક કરી શકશો
ઈન્ડેને જણાવ્યું છે કે કંપનીના એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો IVRS, ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અથવા ઈન્ડિયન ઓઈલ વન એપ દ્વારા ગેસનું બુકિંગ કરાવવા પર આ સુવિધાનો લાભ લઈ શકે છે.