Gold Rate Today ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સોનાના ભાવમાં તેજી
Gold Rate Today ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજના ભૂરાજકીય પરિપ્રેક્ષ્યને કારણે રોકાણકારો સોનામાં સલામત રોકાણના વિકલ્પ તરીકે આગળ આવી રહ્યાં છે, જેના પરિણામે બજારમાં સોનાના ભાવમાં સતત તેજી આવી છે.
9 મેના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,961 રૂપિયા નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 9,131 રૂપિયા છે. ગયા દિવસે એટલે કે 8 મેના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 97,051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ રીતે, માત્ર એક દિવસમાં અંદાજે રૂ. 500નો વધારો જોવા મળ્યો છે.
તાજા ભૂરાજકીય સ્થિતિ જેમ કે ભારત-પાકિસ્તાન તણાવ અને ઇઝરાયલ-ગાઝા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે. આ પરિસ્થિતિમાં કોમોડિટી માર્કેટ, ખાસ કરીને સોનું અને ચાંદી જેવા મેટલ્સમાં રોકાણ વધ્યું છે. નિષ્ણાતોના મતે, આવી સ્થિતિમાં સોનું સલામત આશ્રય તરીકે કામ કરે છે, જેને કારણે તેની માંગ પણ વધે છે અને ભાવમાં ઉછાળો આવે છે.
મુખ્ય શહેરોમાં આજના સોનાના ભાવ નીચે મુજબ છે:
દિલ્હી:
22 કેરેટ – ₹9,146/ગ્રામ
24 કેરેટ – ₹9,976/ગ્રામ
મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ:
22 કેરેટ – ₹9,131/ગ્રામ
24 કેરેટ – ₹9,961/ગ્રામ
વિશ્વભરના ઉથલપાથલભર્યા વાતાવરણમાં ભારતીય બજાર પણ અસરો અનુભવી રહ્યો છે. MCX પર પણ સોનાના અને ચાંદીના ભાવમાં ઝડપથી ફેરફાર થઇ રહ્યો છે. MCX પર ચાંદી હાલ રૂ. 95,730 પ્રતિ કિલો છે.
જે લોકો સોનામાં રોકાણ કરવા ઈચ્છે છે અથવા ઘરેણાં ખરીદવાનું યોજના બનાવી રહ્યાં છે, તેમને માટે હાલનો સમય નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભવિષ્યમાં ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે, તેથી ચતુરાઈપૂર્વક નિર્ણય લેવું મહત્વપૂર્ણ બની ગયું છે.