IDBI
ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની IDBI બેન્કનો ચોખ્ખો નફો 44 ટકા વધીને રૂ. 1,628 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 1,133 કરોડ રૂપિયા હતો.
IDBI Bank: ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની IDBI બેન્કનો ચોખ્ખો નફો 44 ટકા વધીને રૂ. 1,628 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 1,133 કરોડ રૂપિયા હતો.
બેન્કે શનિવારે જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ. 7,887 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 7,014 કરોડ હતી. છેલ્લા નાણાકીય વર્ષમાં બેંકનો ચોખ્ખો નફો 55 ટકા વધીને રૂ. 5,634 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં બેંકનો ચોખ્ખો નફો 3,645 કરોડ રૂપિયા હતો.
નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીની કુલ આવક રૂ. 30,037 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 24,942 કરોડ હતી. માર્ચ ક્વાર્ટરમાં IDBI બેન્કની ચોખ્ખી વ્યાજ આવક 12 ટકા વધીને રૂ. 3,688 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,280 કરોડ હતી.
નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) રેશિયો 31 માર્ચ, 2023 ના રોજ 0.92 ટકાથી વધીને 31 માર્ચ, 2024 ના રોજ 0.34 ટકા થયો. IDBI બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 15 ટકા ડિવિડન્ડની દરખાસ્ત કરી છે જે શેરધારકોની મંજૂરીને આધીન છે.