India Pakistan Tensions એટીએમ વિશેના ખોટા દાવાઓ વચ્ચે SBI-PNBનું સ્પષ્ટીકરણ: રોકડ પૂરતી છે, ગભરાવાની જરૂર નથી
India Pakistan Tensions ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે સોશિયલ મિડિયામાં એટીએમ (ATM) સેવા સંબંધિત ઘણા ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમ કે “આગામી 2-3 દિવસ માટે એટીએમ બંધ રહેશે”, જે લોકમાં ભય અને ગભરાટ ફેલાવે છે. આવા સંદેશો બાદ સામાન્ય જનતામાં ભયની લાગણી ઊભી થાય છે અને લોકો તેમના ખાતામાંથી તરતજ રોકડ ઉપાડવા દોડે છે, જેનાથી બેંકોમાં અવિઘ્ન સ્થિતિ સર્જાય છે.
આ ખોટા દાવાઓના જવાબમાં દેશની બે અગ્રણી સરકારી બેંકોએ – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) – સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ એટીએમ અને ડિજિટલ સેવાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને રોકડની કોઇ અછત નથી. SBIએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કહ્યું કે તમામ ATM, CDM અને ઓનલાઈન સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે અને લોકોએ ભયમાં આવીને અનાવશ્યક રૂપે રોકડ ઉપાડવાની જરૂર નથી.
— State Bank of India (@TheOfficialSBI) May 9, 2025
બીજી બાજુ, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાએ પણ સમાન નિવેદન આપતાં ખાતરી આપી છે કે તેમના એટીએમમાં પૂરતી રોકડ છે અને ગ્રાહકો માટે કોઈ મુશ્કેલી સર્જાવાની શક્યતા નથી.
સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા પણ આ પ્રકારના ખોટા દાવાઓના ફેક્ટ ચેક કરવામાં આવી રહ્યા છે. PIBની ટીમે 8 મેની રાત્રિથી 9 મેની સવાર સુધીમાં વાયરલ થયેલા અનેક ભ્રામક મેસેજ અને વીડિયોનો ભંડાફોડ કર્યો છે, જેમાં એક વીડિયોને તો બેરૂત વિસ્ફોટનો હોવાનું જણાયું હતું, જેને ખોટી રીતે વર્ણવવામાં આવ્યું કે તે ભારત પર થયેલો હવાઈ હુમલો છે.
Are ATMs closed⁉️
A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.
🛑 This Message is FAKE
✅ ATMs will continue to operate as usual
❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
પાકિસ્તાન તરફથી સામાજિક માધ્યમો પર આવા ખોટા સમાચાર ફેલાવાનો પ્રયાસ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેનો હેતુ ભારતીય નાગરિકોમાં ભય ફેલાવવાનો છે.
અંતે, નાગરિકોને વિનંતી છે કે તેઓ આવી કોઈ પણ અપ્રમાણિત માહિતી ફોરવર્ડ કરતા પહેલાં તેની સત્યતા PIB અથવા અન્ય સત્તાવાર સૂત્રો પાસેથી ચકાસે. તણાવના સમયમાં શાંતિ જાળવવી અને અફવાઓથી બચવું દરેક નાગરિકની જવાબદારી છે.