India Petroleum Products ક્રૂડ ઓઇલ પરિવહનમા આત્મનિર્ભરતા તરફ મોટું પગલું: ભારત ખરીદશે 112 નવા ઓઇલ ટેન્કર
India Petroleum Products ક્રૂડ ઓઇલના આયાત માટે વિદેશી ટેન્કરો પર નિર્ભરતા ઘટાડવા અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ભારત 112 નવા ઓઇલ ટેન્કર ખરીદશે, જેનું મૂલ્ય અંદાજે ₹85,000 કરોડ (લગભગ $10 અબજ) છે. આ મહત્વાકાંક્ષી યોજના 2040 સુધીમાં અમલમાં મુકાવાની છે.
વિદેશી ટેન્કરો પર નિર્ભરતા ઘટશે:
અત્યાર સુધી ભારતની સરકારી તેલ કંપનીઓ વિદેશી કંપનીઓ પાસેથી ભાડે લીધેલા ઓઇલ ટેન્કરોનો ઉપયોગ કરતી હતી. એમાંના ઘણા જૂના અને મોંઘા હોવાને કારણે ખર્ચ વધુ થતો અને ભારત વ્યૂહાત્મક રીતે પણ પરાધીન બનતું. આ સ્થિતિને બદલવા માટે સરકાર હવે પોતાનો ટેન્કર કાફલો ઊભો કરવાની દિશામાં આગળ વધી રહી છે.
પ્રોજેક્ટની રૂપરેખા અને સમયરેખા:
આ યોજનાની શરૂઆત 79 ટેન્કરોની ખરીદીથી થશે, જેમાંથી 30 મધ્યમ અંતરના પરિવહન માટે અનુકૂળ હશે. પહેલો ઓર્ડર આ મહિનાના અંત સુધીમાં આપવામાં આવી શકે છે, જેમાં 10 ટેન્કર સમાવિષ્ટ છે.
મેક ઇન ઇન્ડિયાને મળશે વેગ:
વિશેષ વાત એ છે કે તમામ ટેન્કર ભારતમાં જ નિર્માણ થશે. જો વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી થાય તો પણ ઉત્પાદન ભારતીય શિપયાર્ડમાં જ થવાનું રહેશે. જહાજ નિર્માણ ઉદ્યોગને મજબૂતી મળશે, પરંતુ સ્થાનિક રોજગારની તકોમાં પણ વધારો થશે.
ઉર્જા જરૂરિયાત અને રિફાઇનિંગ ક્ષમતા:
ભારત હજુ પણ ક્રૂડ ઓઇલ પર ભારપૂર્વક આધાર રાખે છે. સરકાર 2030 સુધીમાં રિફાઇનિંગ ક્ષમતા 250 મિલિયન ટનથી વધારીને 450 મિલિયન ટન કરવાનો પ્લાન બનાવી રહી છે. આવતીકાલની ઉર્જા જરૂરિયાતોને ધ્યાને રાખીને આ પગલું વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
ટેન્કરોનું સ્વદેશીકરણ: આત્મનિર્ભરતાની દિશામાં પગલું:
હાલમાં માત્ર 5% ઓઇલ ટેન્કરો ભારતમાં બનેલા છે. સરકારનો લક્ષ્યાંક 2030 સુધીમાં આ આંકડો 7% અને 2047 સુધીમાં 69% કરવાનો છે. આ સાથે ભારતના ‘વિકસિત રાષ્ટ્ર’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા દિશામાં સશક્ત ઐતિહાસિક પહેલ ગણાશે.