ભારત બન્યું iPhone નિકાસનું હબ: અમેરિકામાં હવે ભારતમાં બનેલા iPhone મળશે સસ્તા ભાવે!
iPhone એપલે એક મોટું વ્યૂહાત્મક પગલું ભરીને ભારતમાંથી લગભગ 15 લાખ iPhone અમેરિકા મોકલ્યા છે. વર્ષોથી ચીન પર નિર્ભર રહેલા આ ગ્લોબલ બ્રાન્ડ માટે આ પરિવર્તન માત્ર વ્યાપારની દૃષ્ટિએ નહીં, પણ જીઓ-પોલિટિકલ સ્તરે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટ્રમ્પ સરકારના ભારે આયાત કરથી બચવા માટે એપલે ભારતમાંથી સીધી નિકાસ શરૂ કરી છે – જે step ભારત માટે એક “game changer” બની શકે છે.
અમેરીકા સુધી એરલિફ્ટ – 600 ટન iPhone પહોંચાડાયા
એપલે આઈફોનના વિતરણ માટે 6 વિશાળ કાર્ગો વિમાનોની મદદ લીધી, જેમાં દર વિમાને આશરે 100 ટન કાર્ગો લાદવામાં આવ્યો હતો. કુલ મળીને આશરે 600 ટન iPhone 14 અને સંબંધિત એક્સેસરીઝ અમેરિકાની માગ પૂરી કરવા માટે મોકલવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે દરેક iPhone પેકેજ માત્ર 350 ગ્રામ જેટલું જ હોય છે – એટલે કે લાખો એકમ એકસાથે એરલિફ્ટ થયા છે.
https://twitter.com/Megatron_ron/status/1910292097065767338
ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉદય
એપલની આ મુહિમના પગલે, ભારત હવે માત્ર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે નહીં, પણ “એક્સપોર્ટ-ઓરિએન્ટેડ ગ્લોબલ પ્લેયર” તરીકે ઉભરી રહ્યું છે. ચેન્નાઈમાં આવેલા ફોક્સકોન પ્લાન્ટ હવે રવિવારના રોજ પણ કાર્યરત છે. એવું પણ જણાઈ રહ્યું છે કે એપલના ઓર્ડર પૂર્ણ કરવા માટે મહેનતડીવાર વધારવામાં આવી છે.
Apple ships 600 tons of iPhones from India to beat tariffs – Reuters pic.twitter.com/LydvtYqBcN
— Open Source Intel (@Osint613) April 10, 2025
સરકારી સપોર્ટ – કસ્ટમ ક્લિયરન્સ હવે ફટાફટ
એપલે કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકાર સમક્ષ અપીલ કરી હતી. અગાઉ જ્યાં 30 કલાક લાગતા હતા, હવે આ પ્રક્રિયા માત્ર 6 કલાકમાં પુરી થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઇન ઇન્ડિયા” અને “ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” મિશનને ધ્યાને રાખીને અધિકારીઓએ એપલને સંપૂર્ણ સહયોગ આપ્યો છે.