ITR Filing: ITR લોગિન ભૂલી ગયા? સરળ અને ઝડપી રિટર્ન ફાઇલિંગ રીત
ITR Filing: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ITR ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, જો તમે આવકવેરા પોર્ટલનું લોગિન આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો, તો ગભરાવાની જરૂર નથી.
ITR Filing: ટેક્સ ફાઇલિંગનો સીઝન ચાલી રહ્યો છે. લોકો પોતાની આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા માં વ્યસ્ત છે. જો તમે પણ ફાઇનાન્સિયલ વર્ષ 2024-25 માટે તમારું ITR ભરવા માટે તૈયાર છો, પરંતુ આવકવેરા પોર્ટલની લોગિન આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તેના વગર પણ ઝડપથી તમારું ITR ફાઈલ કરી શકો છો. આ માટે તમને માત્ર નેટ બેંકિંગની જરૂર પડશે.
બેંકો આપી રહી છે આ સુવિધા
જો તમને ઇન્કમ ટેક્સ પોર્ટલનો પાસવર્ડ યાદ નથી, તો તરત તેને રીસેટ કરવાની જરૂર નથી. દેશમાં વધુ મોટા ભાગના બેંકો પોતાની નેટ બેંકિંગ સર્વિસ મારફતે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરવાની સુવિધા આપી રહ્યા છે. આ સમયસર રિટર્ન ફાઇલ કરવાની સુરક્ષિત અને સરળ રીત છે.
તમારા બેંકમાં આ સુવિધા છે કે નહીં તે જોવા માટે તમે ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર નેટ બેંકિંગ વિકલ્પ જોઈ શકો છો અથવા સીધા તમારા બેંકને પૂછવા શકો છો. આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. ICICI બેંકે આ માટે સ્ટેપ-બાય-સ્ટેપ સમગ્ર પ્રોસેસ સમજાવી દીધી છે. આ મદદથી ICICI બેંકના ગ્રાહકો તેમના નેટ બેંકિંગ એકાઉન્ટથી કોઈ ઝંઝટ વિના આરામથી ITR ફાઇલ કરી શકે છે.
આ રીતે પાસવર્ડ વિના કરો ITR ફાઇલિંગ
તે માટે તમારે ICICI નેટ બેંકિંગ એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. પછી ‘Payments and Transfers’ પર જાઓ. ત્યારબાદ ‘Manage Your Taxes’ પર ક્લિક કરો. અહીં ‘Income Tax e-Filing’ વિકલ્પ પસંદ કરીને તમે સીધા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર પહોંચી જશો. અહીં તમે પોર્ટલનો પાસવર્ડ નાખ્યા વિના ITR ફાઇલ કરી શકો છો. આમાં તમને ક્વિક ઈ-ફાઇલ ITR, રિટર્ન અપલોડ, ફોર્મ 26AS, ટેક્સ કેલ્ક્યુલેટર, ITR ડાઉનલોડ અને ઈ-પે ટેક્સ જેવી સર્વિસિસ પણ મળશે.