કાર કે બાઇક વાળા લોકોના ખિસ્સા ઢીલા થઈ જશે! 1 એપ્રિલથી ઈન્સ્યોરન્સ કોસ્ટ વધશે, જાણો કેટલી
1000 સીસી પ્રાઈવેટ કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર 2,094 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019-20માં આ દર 2072 રૂપિયા હતો. આ સાથે 1000 થી 1500 સીસીની પ્રાઈવેટ કારનો રેટ 3,416 રૂપિયા રાખવામાં આવ્યો છે, આ દર હાલમાં 3,221 રૂપિયા છે.
ટુ વ્હીલર માટેના દરમાં વધારો કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
જો તમારી પાસે પણ કાર અને ટુ વ્હીલર છે તો તમારું ખિસ્સું ખાલી થઈ જશે. તાજેતરમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વાહનોની વિવિધ શ્રેણીઓ માટે થર્ડ પાર્ટી મોટર-ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હકીકતમાં, કોરોના રોગચાળાને કારણે, થર્ડ પાર્ટી વીમા પોલિસીના પ્રીમિયમમાં બે વર્ષ સુધી કોઈ વધારો થયો નથી. જો આ વાત સ્વીકારવામાં આવે તો 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલરના વીમા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
શું હશે સંશોધિત દર?
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ પ્રસ્તાવમાં અલગ અલગ સંશોધિત દરો રાખ્યા છે. આ મુજબ 1000 સીસી પ્રાઈવેટ કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર 2,094 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019-20માં આ દર 2072 રૂપિયા હતો. આ સાથે 1000 થી 1500 સીસીની પ્રાઈવેટ કારનો રેટ 3,416 રૂપિયા રાખવામાં આવ્યો છે, આ દર હાલમાં 3,221 રૂપિયા છે. એ જ રીતે, 1,500 સીસીથી વધુની કાર માટે, રેટ 7,890 રૂપિયાથી વધીને 7,897 રૂપિયા થશે.
તમને જણાવી દઈએ કે ટુ વ્હીલર માટે પણ આ દર વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આમાં, 150 સીસીથી 350 સીસીની વચ્ચેની બાઇકનું પ્રીમિયમ 1,366 રૂપિયા હશે. એ જ રીતે, 350 સીસીથી વધુની બાઈકનું પ્રીમિયમ રૂ. 2,804 હશે.
ગયા વર્ષે આટલું પ્રીમિયમ મળ્યું
નોંધનીય છે કે ભારતીય નોન-લાઇફ ઇન્ડસ્ટ્રી યર બુક 2019-20 મુજબ, 2019-20માં આ ઉદ્યોગમાંથી કુલ મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 68,951 કરોડ રૂપિયા હતું. જોકે, 2019-20 માટે માત્ર રૂ. 38,071 કરોડ ચૂકવાયા હતા. આમાં કુલ 20,552 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
તમને જણાવી દઈએ કે, આ નવા ડ્રાફ્ટમાં ઈલેક્ટ્રિક પ્રાઈવેટ કાર, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, સામાન લઈ જવા માટે ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ અને ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ પર 15 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.