Petrol dieseal price: સરકારી તેલ કંપનીઓએ બુધવાર, 26 જૂન, 2024 માટે પેટ્રોલ અને ડીઝલના દરોમાં ફેરફાર કર્યો છે. આજે પણ લેટેસ્ટ અપડેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા વેટને કારણે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે.
દેશમાં કાળઝાળ ગરમીમાં થોડી રાહત સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર થયો છે. કેટલાક શહેરોમાં તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. દરરોજની જેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.
તમને જણાવી દઈએ કે આ કિંમતો વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતોથી પ્રભાવિત છે. આ ઉપરાંત, દરેક રાજ્ય અને શહેરમાં ઇંધણના ભાવ અલગ-અલગ હોય છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ લાદવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી કારની ટાંકી ભરવા માંગો છો, તો પહેલા તમારા શહેરમાં ઇંધણની કિંમત તપાસો.
મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા અને ડીઝલની કિંમત 87.66 રૂપિયા પ્રતિ લિટર છે.
જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે.