RBI રૂપિયામાં વિદેશી લોન માટે પ્રયત્નશીલ: વૈશ્વિક વ્યાપારમાં રૂપિયાને મજબૂત કરવાના પ્રયાસો
RBI હાલમાં ભારતીય બેંકો સામાન્ય રીતે વિદેશી લોન લેનારાઓને ડોલર અથવા અન્ય વિદેશી ચલણમાં લોન આપે છે. પરંતુ RBI ઇચ્છે છે કે હવે વિદેશીઓ – ખાસ કરીને બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકા જેવા પડોશી દેશો – માટે લોન ભારતીય રૂપિયામાં આપવામાં આવે. RBI એ આ દરખાસ્ત નાણાં મંત્રાલય સમક્ષ રજૂ કરી છે અને તેને મંજૂરી અપાવવા પ્રયત્નશીલ છે.
શા માટે RBI આ પહેલ કરી રહી છે?
આ પગલાનું મુખ્ય હેતુ છે ભારતીય ચલણમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવો અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવી. RBI ઈચ્છે છે કે વેપારના હેતુ માટે વિદેશીઓને રૂપિયામાં લોન આપીને INRના ઉપયોગને વૈશ્વિક સ્તરે વિસ્તારી શકાય.
RBIનું માનવું છે કે રૂપિયામાં લોનની સુલભતા વધારવાથી વેપારનું રૂપિયામાં સમાધાન સરળ થશે અને વિદેશી ચલણની અસ્થિરતા સામે દેશને રક્ષણ મળશે. જો આ નીતિ સફળ થાય, તો તે ભારતના વ્યાપાર માટે વધુ સારો વિકલ્પ બની શકે છે અને વ્યૂહાત્મક ધોરણે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ડોલર વર્ચસ્વ સામે વૈશ્વિક પડકાર
આ પગલાને વૈશ્વિક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે વધુને વધુ દેશો હવે ડોલર પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે. બ્રિક્સ દેશો પોતાનું ચલણ લાવવા માટે વિચારવિમર્શ કરી રહ્યા છે. ભારતીય પ્રયાસો તેમાં સહાયક બની શકે છે.
રશિયા, બ્રાઝિલ અને ચીન જેવી અર્થવ્યવસ્થાઓ પણ સ્થાનિક ચલણમાં વ્યાપાર કરવા પ્રોત્સાહન આપી રહી છે. ભારતે પણ યુએઇ, ઇન્ડોનેશિયા અને માલદીવ સાથે સ્થાનિક ચલણ કરાર કરી ચૂક્યું છે.
રુપિયા માટે વૈશ્વિક ફટકાની તૈયારી
જો RBIની આ દરખાસ્ત મંજૂર થાય, તો ભારતીય રૂપિયાની વૈશ્વિક સ્વીકૃતિમાં મોટો વધારો થઈ શકે છે. તે ભારતને નાણાંકીય રીતે વધુ આત્મનિર્ભર બનાવશે અને વૈશ્વિક બજારમાં INR માટે માર્ગ ખોલી દેશે.