રેલ્વેમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જુનિયર ટેકનિકલ એસોસિયેટ પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 18 એપ્રિલ 2022 સુધી અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજીની પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે.
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ભરતી પ્રક્રિયા દ્વારા જુનિયર ટેકનિકલ એસોસિયેટ (સિવિલ) ની 20 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે 8 જગ્યાઓ, અન્ય પછાત વર્ગ માટે 5 જગ્યાઓ, એસસી કેટેગરીની 3 જગ્યાઓ, એસટી કેટેગરીની 2 જગ્યાઓ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
આ સિવાય જુનિયર ટેકનિકલ એસોસિએટ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ભરતી સંબંધિત અન્ય માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.
આ રીતે અરજી કરવાની રહેશે
આ ભરતીની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 18 એપ્રિલ 2022 સુધી અધિકૃત વેબસાઇટ rrcpryg.org પર જઈને ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકશે. આ માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.