Share market: AMFI દ્વારા JIO ફાઇનાન્શિયલને લાર્જ કેપમાં સામેલ કરવામાં આવ્યું છે. આજે શેર લગભગ 3 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની Jio ફાઇનાન્શિયલ, જે ગયા વર્ષે ઓગસ્ટમાં લિસ્ટ થઈ હતી, તેને AMFI એટલે કે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા લાર્જ કૅપ સેગમેન્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. જ્યારે ટાટા ટેક, JSW ઇન્ફ્રા અને IREDA મિડકેપ કેટેગરીમાં સામેલ છે.
તમને જણાવી દઈએ કે, આ ફેરફારો ફેબ્રુઆરી 2024થી અને જુલાઈ 2024 સુધી અથવા જ્યાં સુધી AMFI સ્ટોકનું ફરીથી વર્ગીકરણ ન કરે ત્યાં સુધી લાગુ રહેશે. ત્યાં સુધી અમલમાં રહેશે. જિયો ફાઇનાન્શિયલ ઓગસ્ટમાં લિસ્ટિંગ થયા પછી અત્યાર સુધી મિડકેપ સ્ટોક હતો. હવે તેને લાર્જ કેપમાં સામેલ કરવામાં આવ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં Jio Financial 3.20 ટકા વધીને બંધ થયું. જ્યારે, JSW ઈન્ફ્રા 0.44 ટકા વધીને અને IREDA 2.36 ટકા વધીને બંધ થયા છે. જોકે, ટાટા ટેકના શેરમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ શેરોમાં મિડકેપથી લઈને લાર્જકેપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
Jio ફાઇનાન્શિયલ ઉપરાંત પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, IRFC, માઇક્રોટેક ડેવલપર્સ, પોલીકેપ ઇન્ડિયા, REC, શ્રીરામ ફાઇનાન્સ, યુનિયન બેંક અને IOB પણ લાર્જકેપ્સમાં અપગ્રેડ થયા છે.
આ શેર સ્મોલકેપથી મિડકેપમાં અપગ્રેડ થયા છે
Mazagon Dock, Suzlon Energy, Loyd Metal, SJVN, કલ્યાણ જ્વેલર્સ, KEI ઈન્ડસ્ટ્રીઝ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, નિપ્પોન લાઈફ, અજંતા ફાર્મા, નારાયણ હૃદય અને ગ્લેનમાર્ક ફાર્માને સ્મોલકેપથી મિડકેપમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.દર 6 મહિને, AMFI વેલ્યુએશનના આધારે શેરોને લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપમાં વહેંચે છે. આ અપગ્રેડ સાથે, લાર્જકેપ શેરોની મર્યાદા જૂન 2023માં રૂ. 49,700 કરોડથી વધીને રૂ. 67,000 કરોડ થઈ ગઈ છે. મિડકેપ શેરો માટેની કટઓફ મર્યાદા અગાઉ રૂ. 17,400 કરોડથી વધીને રૂ. 22,000 કરોડ થઈ છે.